
નવી દિલ્હી, 04 એપ્રિલ (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે
દેશવાસીઓને, ખાસ કરીને ભારત
અને વિદેશમાં રહેતા ખ્રિસ્તી સમુદાયને ઇસ્ટરની પૂર્વસંધ્યાએ હાર્દિક શુભેચ્છાઓ
પાઠવી.
રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં કહ્યું કે,” ઇસ્ટર એ એક
મહત્વપૂર્ણ ખ્રિસ્તી તહેવાર છે, જે ભગવાન ઈસુ ખ્રિસ્તના પુનર્જન્મની યાદમાં ઉજવવામાં આવે
છે. આ પવિત્ર પ્રસંગ આપણને સત્ય, પ્રેમ, કરુણા, બલિદાન અને ક્ષમા જેવા મૂલ્યોને સ્વીકારવા પ્રેરણા આપે છે.”
રાષ્ટ્રપતિએ દેશવાસીઓને આ તકનો લાભ લઈને પરસ્પર સંવાદિતા, શાંતિ અને
ભાઈચારાને પ્રોત્સાહન આપવા અને સારા ભવિષ્યના નિર્માણ માટે સાથે મળીને કામ કરવાની
પ્રતિજ્ઞા લેવા અપીલ કરી.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ