દેશના બંદરોએ રચ્યો ઈતિહાસ, 915.17 મિલિયન ટન કાર્ગો હેન્ડલિંગ સાથે નિર્ધારિત લક્ષ્ય પાર
નવી દિલ્હી, 05 એપ્રિલ (હિ.સ.)। દેશના બંદરોએ નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન 915.17 મિલિયન ટન કાર્ગોની હેન્ડલિંગ કરીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આ આંકડો ગયા વર્ષની 854.86 મિલિયન ટન હેન્ડલિંગની સરખામણીએ 7.06 ટકા વધુ છે. ખાસ વાત એ છે કે, કેન્દ્ર સર
બંદરો નું લીસ્ટ


નવી દિલ્હી, 05 એપ્રિલ (હિ.સ.)। દેશના બંદરોએ નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન 915.17 મિલિયન ટન કાર્ગોની હેન્ડલિંગ કરીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આ આંકડો ગયા વર્ષની 854.86 મિલિયન ટન હેન્ડલિંગની સરખામણીએ 7.06 ટકા વધુ છે. ખાસ વાત એ છે કે, કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરાયેલ 904 મિલિયન ટનના લક્ષ્યને પણ પાર કરી લેવામાં આવ્યું છે.

આ સિદ્ધિને બંદરોની વધતી ક્ષમતા, કામગીરીની કાર્યક્ષમતા, સુધારેલી લોજિસ્ટિક્સ વ્યવસ્થા અને આધુનિક માળખાકીય સુવિધાઓનું પરિણામ માનવામાં આવી રહ્યું છે. આથી ભારતના સમુદ્રી ક્ષેત્રની મજબૂતી અને વૈશ્વિક વેપારમાં તેની વધતી ભૂમિકા સ્પષ્ટ થાય છે.

કેન્દ્રીય પોર્ટ, શિપિંગ અને જલમાર્ગ મંત્રાલયના જણાવ્યા મુજબ આ વૃદ્ધિ સરકારની પોર્ટ આધારિત વિકાસ નીતિ, મલ્ટીમોડલ કનેક્ટિવિટી અને ડિજિટલ પહેલોના કારણે શક્ય બની છે. મંત્રાલયે જણાવ્યું કે, કાર્ગો હેન્ડલિંગ ક્ષમતામાં સુધારો અને આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી બંદરોનું પ્રદર્શન વધુ સારું થયું છે.

ડિજિટલ પહેલોના કારણે શક્ય બની છે. મંત્રાલયે જણાવ્યું કે, કાર્ગો હેન્ડલિંગ ક્ષમતામાં સુધારો અને આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી બંદરોનું પ્રદર્શન વધુ સારું થયું છે.

કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોઓવાલે આ સિદ્ધિને સરકારના સતત પ્રયત્નોનું પરિણામ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં વ્યાપક સુધારા કરવામાં આવી રહ્યા છે.

મંત્રાલયના આંકડા અનુસાર દીનદયાળ ઉપાધ્યાય બંદર 160.11 મિલિયન ટન કાર્ગો સાથે પ્રથમ સ્થાને રહ્યું. ત્યારબાદ પરાદીપ બંદર (156.45 મિલિયન ટન) અને જવાહરલાલ નેહરુ પોર્ટ ઓથોરિટી (102.01 મિલિયન ટન)નો ક્રમ રહ્યો.

અન્ય મુખ્ય બંદરોમાં વિશાખાપટ્ટનમ બંદર (91.16 મિલિયન ટન), મુંબઈ બંદર (75.14 મિલિયન ટન), ચેન્નઈ બંદર (57.90 મિલિયન ટન) અને ન્યૂ મંગલુરુ બંદર (50.04 મિલિયન ટન)નો સમાવેશ થાય છે.

કોલકાતા બંદરનું કુલ કાર્ગો 70.87 મિલિયન ટન રહ્યું, જેમાં કોલકતા ડોક સિસ્ટમ (19.01 મિલિયન ટન) અને હલ્દિયા ડોક કોમ્પ્લેક્સ (51.85 મિલિયન ટન)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત કામરાજાર બંદર (49.08 મિલિયન ટન), વીઓ ચિદમ્બરનાર બંદર (43.31 મિલિયન ટન) અને કોચીન બંદર (38.06 મિલિયન ટન)નું પણ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું.

વૃદ્ધિ દરના દ્રષ્ટિકોણથી મોરમુગાઓ બંદરે 15.91 ટકા સાથે સૌથી વધુ વૃદ્ધિ નોંધાવી છે. આ ઉપરાંત કોલકાતા ડોક સિસ્ટમ (14.28 ટકા), જેએનપીએ (10.74 ટકા), વિશાખાપટ્ટનમ (10.34 ટકા) અને મુંબઈ બંદર (9.50 ટકા)માં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

મંત્રાલયના જણાવ્યા મુજબ કોલસા, કાચુ તેલ, કન્ટેનર, ખાતર અને પેટ્રોલિયમ ઉત્પાદનોની વધતી માંગ, સુધારેલી કનેક્ટિવિટી અને ડિજિટલ સુધારાઓના કારણે આ વૃદ્ધિ શક્ય બની છે.

હિંદુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande