પાટણ ખાતે ગુજરાતના સૌથી મોટા તમાકુ સબયાર્ડમાં બીજા વર્ષની હરાજીનો પ્રારંભ
પાટણ, 04 એપ્રિલ (હિ.સ.) પાટણ ખાતે ગુજરાતના સૌથી મોટા તમાકુ સબયાર્ડમાં બીજા વર્ષની હરાજીનો પ્રારંભ થયો છે, જ્યાં પ્રથમ દિવસે તમાકુનો ભાવ ₹2326 નોંધાયો હતો. પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં પોતાનો માલ વેચવા અહીં આવી રહ્યા
પાટણ ખાતે ગુજરાતના સૌથી મોટા તમાકુ સબયાર્ડમાં બીજા વર્ષની હરાજીનો પ્રારંભ


પાટણ ખાતે ગુજરાતના સૌથી મોટા તમાકુ સબયાર્ડમાં બીજા વર્ષની હરાજીનો પ્રારંભ


પાટણ, 04 એપ્રિલ (હિ.સ.) પાટણ ખાતે ગુજરાતના સૌથી મોટા તમાકુ સબયાર્ડમાં બીજા વર્ષની હરાજીનો પ્રારંભ થયો છે, જ્યાં પ્રથમ દિવસે તમાકુનો ભાવ ₹2326 નોંધાયો હતો. પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં પોતાનો માલ વેચવા અહીં આવી રહ્યા છે, અને તેમને યોગ્ય તોલ સાથે સારા ભાવ તથા તરત જ રોકડ નાણાં મળી રહ્યા છે.

આ સબયાર્ડ 30 વીઘા જમીનમાં ફેલાયેલું છે અને સમગ્ર ગુજરાતમાં તમાકુ માટેનું સૌથી વિશાળ યાર્ડ ગણાય છે. મોટા વેપારીઓની હાજરીને કારણે ઉત્તર ગુજરાતના ખેડૂતો મોટી માત્રામાં તમાકુ લઈને આવી રહ્યા છે, અને ગત વર્ષની જેમ આ વર્ષે પણ ભારે વેપાર થવાની શક્યતા છે.

માર્કેટયાર્ડમાં પાકા શેડ સહિતની સારી સુવિધાઓ ઉપલબ્ધ છે. APMC ચેરમેન સ્નેહલ પટેલ અને ડિરેક્ટર કે.સી. પટેલના જણાવ્યા મુજબ, હાલમાં 45 થી 50 હજાર બોરીની આવક શરૂ થઈ છે અને ખેડૂતોને સંતોષકારક ભાવ મળી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande