
-એક અઠવાડિયામાં સોનું 2,860 રૂપિયા સુધી મોંઘું થયું
નવી દિલ્હી, 05 એપ્રિલ (હિ.સ.) દેશના ઘરેલુ સરાફા બજારમાં આજે સોનાના ભાવમાં સાંકેતિક નબળાઈનો રુખ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ચાંદીના ભાવમાં આજે થોડો વધારો નોંધાયો છે. સોનાની કિંમતોમાં આવેલા ઘટાડાને કારણે દેશના મોટાભાગના સરાફા બજારોમાં આજે 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 1,50,930 રૂપિયાથી લઈને 1,51,080 રૂપિયા સુધીના સ્તરે વેપાર થઈ રહ્યું છે. જ્યારે 22 કેરેટ સોનું આજે 10 ગ્રામ દીઠ 1,38,350 રૂપિયાથી લઈને 1,38,500 રૂપિયા વચ્ચે વેચાઈ રહ્યું છે. બીજી તરફ ચાંદીના ભાવમાં થોડો વધારો થતા આ ચમકતી ધાતુ આજે 2,50,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે વેચાઈ રહી છે.
સાપ્તાહિક ધોરણે જોવામાં આવે તો ગયા અઠવાડિયાના વેપારમાં સોનાની કિંમતોમાં મજબૂતી જોવા મળી હતી. ગયા અઠવાડિયે 24 કેરેટ સોનાની કિંમતમાં 10 ગ્રામ દીઠ 2,860 રૂપિયા સુધીનો ઉછાળો આવ્યો હતો. એ જ રીતે 22 કેરેટ સોનું સાપ્તાહિક ધોરણે 10 ગ્રામ દીઠ 2,600 રૂપિયા સુધી મોંઘું થયું છે. ચાંદીના ભાવમાં આખા અઠવાડિયા દરમિયાન સતત ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. આ ઉતાર-ચઢાવ વચ્ચે ચાંદી ગયા અઠવાડિયાની સરખામણીએ પ્રતિ કિલોગ્રામ 5,000 રૂપિયાનો ઉછાળો મેળવવામાં સફળ રહી છે.
દિલ્હીમાં આજે 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 1,51,080 રૂપિયા ના સ્તરે વેપાર થઈ રહ્યું છે, જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 10 ગ્રામ દીઠ 1,38,500 રૂપિયા નોંધાઈ છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 1,50,930 રૂપિયા અને 22 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 1,38,350 રૂપિયા ના સ્તરે વેચાઈ રહ્યું છે. આ જ રીતે અમદાવાદમાં 24 કેરેટ સોનાની રિટેલ કિંમત 10 ગ્રામ દીઠ 1,50,980 રૂપિયા અને 22 કેરેટ સોનાની કિંમત 10 ગ્રામ દીઠ 1,38,400 રૂપિયા નોંધાઈ છે.
આ મુખ્ય શહેરો સિવાય ચેન્નાઈમાં આજે 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 1,50,930 રૂપિયા અને 22 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 1,38,350 રૂપિયા ના ભાવે વેચાઈ રહ્યું છે. કોલકાતામાં પણ 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 1,50,930 રૂપિયા અને 22 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 1,38,350 રૂપિયા ના સ્તરે વેપાર થઈ રહ્યું છે. ભોપાલમાં 24 કેરેટ સોનાની કિંમત 10 ગ્રામ દીઠ 1,50,980 રૂપિયા છે, જ્યારે 22 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 1,38,400 રૂપિયા ના સ્તરે વેચાઈ રહ્યું છે.
લખનૌના સરાફા બજારમાં આજે 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 1,51,080 રૂપિયા અને 22 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 1,38,500 રૂપિયા ના સ્તરે વેચાઈ રહ્યું છે. પટનામાં 24 કેરેટ સોનાની કિંમત 10 ગ્રામ દીઠ 1,50,980 રૂપિયા છે, જ્યારે 22 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 1,38,400 રૂપિયા ના સ્તરે વેચાઈ રહ્યું છે. જયપુરમાં 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 1,51,080 રૂપિયા અને 22 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 1,38,500 રૂપિયા ના સ્તરે વેચાઈ રહ્યું છે.
દેશના અન્ય રાજ્યોની જેમ કર્ણાટક, તેલંગાણા અને ઓડિશાના સરાફા બજારોમાં પણ આજે સોનાના ભાવમાં થોડો નબળાઈનો રુખ જોવા મળી રહ્યો છે. આ ત્રણેય રાજ્યોની રાજધાનીઓ બેંગલુરુ, હૈદરાબાદ અને ભુવનેશ્વરમાં 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 1,50,930 રૂપિયા ના સ્તરે વેપાર થઈ રહ્યું છે. એ જ રીતે આ ત્રણેય શહેરોના સરાફા બજારમાં 22 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 1,38,350 રૂપિયા ના સ્તરે વેચાઈ રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / યોગિતા પાઠક / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ