આદર્શ આચારસંહિતા લાગુ થયા પછી પાંચ રાજ્યોમાંથી ₹651.51 કરોડની રોકડ જપ્ત: ચૂંટણી પંચ
નવી દિલ્હી, 5 એપ્રિલ (હિ.સ.). આગામી વિધાનસભા ચૂંટણીઓ અને પેટાચૂંટણીઓને ધ્યાનમાં રાખીને લાગુ કરાયેલી આદર્શ આચારસંહિતા હેઠળ કાર્યવાહી કરતી વખતે, ચૂંટણી પંચે અત્યાર સુધીમાં ₹651.51 કરોડની રોકડ અને ગેરકાયદેસર સામગ્રી જપ્ત કરી છે. પંચે સ્પષ્ટતા કરી કે,
પ્રતીકાત્મક


નવી દિલ્હી, 5 એપ્રિલ (હિ.સ.). આગામી વિધાનસભા ચૂંટણીઓ અને પેટાચૂંટણીઓને ધ્યાનમાં રાખીને લાગુ કરાયેલી આદર્શ આચારસંહિતા હેઠળ કાર્યવાહી કરતી વખતે, ચૂંટણી પંચે અત્યાર સુધીમાં ₹651.51 કરોડની રોકડ અને ગેરકાયદેસર સામગ્રી જપ્ત કરી છે. પંચે સ્પષ્ટતા કરી કે, આ કાર્યવાહી નિષ્પક્ષ, પારદર્શક અને મુક્ત ચૂંટણી સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી રહી છે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણીની તૈયારીઓ વચ્ચે આદર્શ આચારસંહિતાનું અસરકારક પાલન સુનિશ્ચિત કરવા માટે એક વ્યાપક દેખરેખ પ્રણાલી લાગુ કરવામાં આવી છે. આ સિસ્ટમ હેઠળ, 5,173 થી વધુ ફ્લાઇંગ સ્ક્વોડ અને 5,200 થી વધુ સ્ટેટિક સર્વેલન્સ ટીમો તૈનાત કરવામાં આવી છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓને તાત્કાલિક રોકવા માટે આ ટીમો વિવિધ વિસ્તારોમાં સતત તપાસ, શોધ અને નાકાબંધી કરી રહી છે.

પંચે જણાવ્યું હતું કે, 26 ફેબ્રુઆરીથી ઇલેક્ટ્રોનિક જપ્તી વ્યવસ્થાપન પ્રણાલી (ઈએસએમએસ) દ્વારા નોંધપાત્ર પ્રમાણમાં ગેરકાયદેસર જપ્તી નોંધવામાં આવી છે. આમાં 53.2 કરોડ રોકડા, 79.3 કરોડનો દારૂ, 230 કરોડના માદક દ્રવ્યો, 58 કરોડ કિંમતી ધાતુઓના અને 231.01 કરોડ અન્ય મફત ભેટોનો સમાવેશ થાય છે.

રાજ્યવાર જપ્તીઓના આંકડા દર્શાવે છે કે, પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 319 કરોડની જપ્તી નોંધાઈ છે, ત્યારબાદ તમિલનાડુમાં 170 કરોડ, આસામમાં 97 કરોડ, કેરળમાં 58 કરોડ અને પોંડીચેરીમાં 7 કરોડની જપ્તી નોંધાઈ છે.

કમિશને એમ પણ જણાવ્યું હતું કે, નાગરિકોને કોઈ અસુવિધા ન થાય તે સુનિશ્ચિત કરવા માટે જિલ્લા સ્તરીય ફરિયાદ નિવારણ સમિતિઓની રચના કરવામાં આવી છે. તેણે વ્યક્તિઓ અને રાજકીય પક્ષોને તાત્કાલિક કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે સી-વિજિલ એપ દ્વારા આચારસંહિતા ઉલ્લંઘનની જાણ કરવા પણ વિનંતી કરી.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande