
તેહરાન, નવી દિલ્હી, 06 એપ્રિલ (હિ.સ.)
યુદ્ધગ્રસ્ત મધ્ય પૂર્વના આકાશમાં આશંકાના વાદળો છવાઈ ગયા છે. ઈરાને અમેરિકાના રાષ્ટ્રપતિ
ડોનાલ્ડ ટ્રમ્પની, મંગળવાર સુધીમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરી ખોલવાની સમયમર્યાદા
નક્કી કરવાની ચેતવણીને નકારી કાઢી છે. તેહરાને અલ્ટીમેટમને નકારી કાઢ્યો, ટ્રમ્પને
લાચાર અને ગભરાયેલો ગણાવ્યો. ઈરાને જાહેર કર્યું કે,”તેને
ધમકીની કોઈ પરવા નથી. હોર્મુઝ ખુલશે નહીં. કોઈને ગમે તે કરવા દો.
અલ જઝીરાના અહેવાલ મુજબ, “ઈરાનના કેન્દ્રીય લશ્કરી કમાન્ડે યુએસ
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીને સ્પષ્ટપણે નકારી કાઢી છે.” ટ્રમ્પે ધમકી આપી
હતી કે, “જો ઈરાન 48 કલાકની અંદર
શાંતિ કરાર સ્વીકારશે નહીં તો દેશના મહત્વપૂર્ણ માળખાને નષ્ટ કરી દેશે.” ટ્રમ્પે
ચેતવણી આપી હતી કે,” જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરી ખુલશે નહીં, તો ઈરાન વિનાશનો
સામનો કરશે.”
ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બગાઈ એ જણાવ્યું
હતું કે,” ઈરાની લોકો અમેરિકન રાષ્ટ્રપતિની ધમકીઓથી બિલકુલ નિરાશ નથી.” પ્રવક્તાએ
કહ્યું કે,” ઈરાનીઓ પાસે પોતાનો બચાવ કરવા માટે જરૂરી બધું છે.” તેમણે ઉમેર્યું કે,”
ઈરાને આ યુદ્ધના પહેલા દિવસથી જ સાબિત કરી દીધું છે કે, તે જે વચન આપે છે તે કરે
છે. એટલે કે, જો દેશના નાગરિક
માળખા (ખાસ કરીને, પાવર પ્લાન્ટ) પર હુમલો કરવામાં આવશે, તો દુશ્મનને
યોગ્ય જવાબ આપવામાં આવશે.”
ચેનલના અનુસાર,”ઇઝરાયલ અને અમેરિકા સતત ઈરાનના નાગરિક માળખા અને
પેટ્રોકેમિકલ પ્લાન્ટ પર હુમલો કરી રહ્યા છે. આ હુમલાઓમાં ઓછામાં ઓછા પાંચ લોકો
માર્યા ગયા છે. બુશેહર પરમાણુ સ્થળ પર થયેલા હુમલામાં એક વ્યક્તિનું મોત થયું
હતું.”
અમેરિકાનું કહેવું છે કે,” તેણે દિવંગત ઈરાની મેજર-જનરલ
કાસિમ સુલેમાનીની ભત્રીજી અને પુત્રીની ધરપકડ કરી છે અને તેમની કાયમી નાગરિકતા રદ
કરી છે.” જોકે, એક નિવેદનમાં, પુત્રીઓએ કહ્યું
કે,” તેમનો અમેરિકામાં ધરપકડ કરાયેલી, બંને મહિલાઓ સાથે કોઈ સંબંધ નથી.”
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ