નેપાળમાં સરકારી કચેરીઓ માટે, આજથી નવું સમયપત્રક અમલમાં આવ્યું, જેમાં હવે અઠવાડિયામાં બે દિવસ બંધ રહેશે.
કાઠમંડુ, નવી દિલ્હી, 06 એપ્રિલ (હિ.સ.) નેપાળમાં સરકારી કચેરીઓ અને જાહેર સંસ્થાઓ માટેનું નવું સમયપત્રક આજથી (6 એપ્રિલ) અમલમાં આવ્યું છે. કચેરીઓ હવે સવારે 9:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી કાર્યરત રહેશે. મંત્રી પરિષદે રવિવારે આ
લાજોત


કાઠમંડુ, નવી દિલ્હી, 06 એપ્રિલ (હિ.સ.)

નેપાળમાં સરકારી કચેરીઓ અને જાહેર સંસ્થાઓ માટેનું નવું સમયપત્રક આજથી (6 એપ્રિલ) અમલમાં

આવ્યું છે. કચેરીઓ હવે સવારે 9:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી કાર્યરત રહેશે. મંત્રી પરિષદે રવિવારે આ

નિર્ણય લીધો હતો, જેમાં શૈક્ષણિક

સંસ્થાઓનો સમાવેશ થતો નથી.

વધુમાં, જાહેર કચેરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં હવે અઠવાડિયામાં બે

દિવસ રજા રહેશે. શનિવાર અને રવિવારે કચેરીઓ બંધ રહેશે. સરકારે એ પણ સ્પષ્ટ કર્યું

છે કે,” શૈક્ષણિક સંસ્થાઓ માટે બે દિવસની સાપ્તાહિક રજા 28 એપ્રિલથી લાગુ

કરવામાં આવશે, જે નવા શૈક્ષણિક

સત્રની શરૂઆત સાથે અમલમાં આવશે.”

જોકે, શિયાળાના સમયગાળા દરમિયાન (2 નવેમ્બરથી 29 જાન્યુઆરી) ઓફિસના સમયમાં ફેરફાર કરવામાં

આવશે. ઓફિસો સવારે 9:00 થી સાંજે 4:00 વાગ્યા સુધી

કાર્યરત રહેશે. આ માહિતી ગૃહ-મંત્રાલય દ્વારા, ગેઝેટમાં પ્રકાશિત એક સૂચના દ્વારા

આપવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / પંકજ દાસ / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande