આસામ ચૂંટણી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શાંતિ પરત ફર્યા બાદ આસામ વિકાસના માર્ગે: અમિત શાહ
હૈલાકાંદી (આસામ), નવી દિલ્હી, 7 એપ્રિલ (હિ.સ.). આગામી આસામ વિધાનસભા ચૂંટણીના પ્રચારના અંતિમ તબક્કા દરમિયાન બરાક ખીણમાં પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આસામમાં શાંતિ પાછી આવી છે અને રા
આસામમાં અમિત શાહ


હૈલાકાંદી (આસામ), નવી દિલ્હી, 7 એપ્રિલ (હિ.સ.). આગામી આસામ વિધાનસભા ચૂંટણીના પ્રચારના અંતિમ તબક્કા દરમિયાન બરાક ખીણમાં પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આસામમાં શાંતિ પાછી આવી છે અને રાજ્ય હવે વિકાસના માર્ગ પર ઝડપથી આગળ વધી રહ્યું છે.

મંગળવારે બરાક ખીણના ત્રણ જિલ્લાઓ: શ્રીભૂમિ, હૈલાકાંદી અને સિલચરમાં ચૂંટણી રેલીઓને સંબોધતા, અમિત શાહે ભાજપના ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર કર્યો. તેમણે શ્રીભૂમિ જિલ્લાના પથરકાંડીમાં ભાજપના ઉમેદવાર કૃષ્ણેન્દુ પાલને અને હૈલાકાંદીમાં ભાજપના ઉમેદવાર ડૉ. મિલન દાસ માટે રેલીઓમાં હાજરી આપી હતી. ત્યારબાદ તેઓ ઉદરબંદ મતવિસ્તારના ડૉ. રાજદીપ રોય અને રાજદીપ ગોવાલા માટે સિલચરમાં જાહેર રેલીઓને સંબોધિત કરશે.

રેલીઓને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, કોઈ પણ ભારતને નુકસાન પહોંચાડી શકે નહીં અને ભાજપ સરકાર હેઠળ રાજ્યમાં વિકાસ કાર્યોને નવી ગતિ મળી છે. તેમણે જણાવ્યું કે, દેશના અન્ય વિકસિત રાજ્યોની જેમ આસામને પણ પ્રોત્સાહન આપવામાં આવશે, અને આગામી પાંચ વર્ષમાં તેને નવી ઊંચાઈઓ પર લઈ જવાનું લક્ષ્ય છે.

તેમણે એમ પણ કહ્યું કે, ભાજપ સરકારે શ્રીભૂમિમાં જમીન ભાડાપટ્ટાનું વિતરણ અને મેડિકલ કોલેજ બનાવવા જેવા મહત્વપૂર્ણ પગલાં લીધા છે. વધુમાં, ભવિષ્યમાં રાજ્યના સર્વાંગી વિકાસ માટે ઘણી યોજનાઓ ઘડવામાં આવી છે.

સિલચરના વિકાસ પર વિશેષ ભાર મૂકતા, અમિત શાહે જણાવ્યું કે, ગૌહાટીથી તેનું અંતર જોતાં, સિલચરને એક મુખ્ય કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવશે, જેથી લોકોને તેમના કામ માટે ગૌહાટી જવાની જરૂર ન પડે. વધુમાં, ખેડૂતો માટે વિવિધ સુવિધાઓ અને યોજનાઓ લાગુ કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / અરવિંદ રાય / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande