
નવી દિલ્હી, 7 એપ્રિલ (હિ.સ): પાકિસ્તાને આ વર્ષે વૈશાખી પર્વ નિમિત્તે 2,800 થી વધુ ભારતીય યાત્રાળુઓને વિઝા આપ્યા છે.
દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમિશને મંગળવારે જણાવ્યું હતું કે, વૈશાખી પર્વ નિમિત્તે ભારતના 2,800 થી વધુ યાત્રાળુઓને વિઝા આપવામાં આવ્યા છે, જેનાથી તેઓ 10 થી 19 એપ્રિલ, 2026 દરમિયાન પાકિસ્તાનમાં યોજાનાર વાર્ષિક ધાર્મિક ઉત્સવમાં ભાગ લઈ શકશે.
નોંધનીય છે કે, દર વર્ષે, ખાલસા સજના દિવસ અથવા વૈશાખીના પવિત્ર પ્રસંગે, ભારતના શીખ યાત્રાળુઓના જૂથો પાકિસ્તાનમાં ઐતિહાસિક ગુરુદ્વારાઓની મુલાકાત લે છે. આ યાત્રાનું આયોજન શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ દ્વારા કરવામાં આવે છે, જે યાત્રાળુઓની મુસાફરી અને વ્યવસ્થાઓનું સંકલન કરે છે.
હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ