
નવી દિલ્હી, 07 એપ્રિલ (હિ.સ.) રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (દિલ્હી-એનસીઆર)
માં આજે સવારે પડેલા વરસાદથી, વાતાવરણ ખુશનુમા બન્યું છે. કેટલીક જગ્યાએ હજુ પણ
ઝરમર વરસાદ પડી રહ્યો છે. આકાશ વાદળછાયું છે, અને ઠંડી હવાઓ વહી રહી છે.
ભારતીય હવામાન વિભાગે પશ્ચિમી વિક્ષેપને કારણે આજે અને કાલે
દિલ્હી-એનસીઆરમાં હળવો વરસાદ અને જોરદાર પવન ફૂંકાશે તેવી આગાહી કરી છે.
દિલ્હી-એનસીઆર એક મુખ્ય મહાનગરીય વિસ્તાર છે, જેમાં દિલ્હી સહિત હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના પડોશી જિલ્લાઓનો
સમાવેશ થાય છે.
ભારતીય હવામાન વિભાગે, હવામાનમાં આ ફેરફાર માટે નવા પશ્ચિમી
વિક્ષેપના સક્રિય થવાને જવાબદાર ગણાવ્યું છે. વિભાગે આજે અને કાલે 30 થી 50 કિલોમીટર પ્રતિ
કલાકની ઝડપે હળવા વરસાદ અને પવન ફૂંકવાની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે,”
તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન
હવામાન ખુશનુમા રહેશે.”
હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ