
શ્રીનગર, નવી દિલ્હી, 7 એપ્રિલ (હિ.સ.): જમ્મુ અને કાશ્મીર પોલીસે આંતરરાજ્ય લશ્કર-એ-તૈયબાના આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે અને અબ્દુલ્લા ઉર્ફે અબુ હુરૈરા સહિત પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી છે. અબ્દુલ્લા 16 વર્ષથી ફરાર હતો અને કેન્દ્રશાસિત પ્રદેશની બહાર ઠેકાણા બનાવી રાખ્યા હતા. જમ્મુ અને કાશ્મીર પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ દ્વારા આ કાર્યવાહીમાં અન્ય એક પાકિસ્તાની આતંકવાદી, ઉસ્માન ઉર્ફે બાબની પણ ધરપકડ કરવામાં આવી હતી.
તપાસકર્તાઓએ જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન અને હરિયાણા સહિત 19 સ્થળોએ શોધખોળ દરમિયાન ગુનાહિત સામગ્રી જપ્ત કરી હતી. તપાસમાં આતંકવાદીઓને લોજિસ્ટિકલ અને નાણાકીય સહાય પૂરી પાડવામાં સામેલ લશ્કર-એ-તૈયબાનું નેટવર્ક ઊંડા મૂળ ધરાવતું હોવાનું બહાર આવ્યું છે. ધરપકડ કરાયેલા પાંચ લોકોમાં શ્રીનગરના રહેવાસી મોહમ્મદ નકીબ ભટ, આદિલ રાશીદ ભટ અને ગુલામ મોહમ્મદ મીર ઉર્ફે મામા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ત્રણે આતંકવાદીઓને આશ્રય અને ખોરાક સહિત લોજિસ્ટિકલ સહાય પૂરી પાડી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, તપાસમાં જાણવા મળ્યું છે કે એક વિદેશી આતંકવાદીએ અન્ય રાજ્યોમાં લશ્કર-એ-તૈયબા નેટવર્કની મદદથી બનાવટી દસ્તાવેજો અને ઓળખનો ઉપયોગ કરીને દેશની બહાર પ્રવાસ કર્યો હતો. આ આતંકવાદીઓ આશરે 16 વર્ષ પહેલાં ભારતમાં ઘૂસણખોરી કરી હતી અને કાશ્મીર ખીણના વિવિધ જિલ્લાઓમાં કાર્યરત હતા. વર્ષોથી, તેઓએ આશરે 40 વિદેશી આતંકવાદીઓને સંચાલિત કર્યા છે અને તેમનું નેતૃત્વ કર્યું છે. તેમાંથી મોટાભાગના સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે.
હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ