
નવી દિલ્હી, 07 એપ્રિલ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે, ગુરુ
તેગ બહાદુરને તેમના પ્રકાશ પર્વ નિમિત્તે હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમણે
આ મહાન આધ્યાત્મિક વ્યક્તિત્વને આપણી સભ્યતા માટે પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા અને
તેમના આદર્શોને યાદ કર્યા.
આ પ્રસંગે પોતાના સંદેશમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે,”
ગુરુ તેગ બહાદુરનું જીવન હિંમત, બલિદાન અને માનવતા પ્રત્યે ઊંડી સંવેદનશીલતાનું અનોખું
ઉદાહરણ છે. તેમણે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ સત્ય, ગૌરવ અને શ્રદ્ધાનું રક્ષણ કરવામાં અડગ રહીને
સમાજને માર્ગ બતાવ્યો.”
વડાપ્રધાન એ કહ્યું કે,” ગુરુ તેગ બહાદુરનો શાશ્વત સંદેશ
આજે પણ સુસંગત છે અને આપણને ન્યાયી, કરુણાપૂર્ણ અને સુમેળભર્યા સમાજના નિર્માણ માટે પ્રેરણા આપે
છે.”
હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ