
નવી દિલ્હી, 07 એપ્રિલ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, વિશ્વ આરોગ્ય
દિવસ નિમિત્તે રાષ્ટ્રને શુભેચ્છા પાઠવતા સ્વસ્થ સમાજના નિર્માણ માટેની તેમની
પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. પ્રધાનમંત્રી મોદીએ બીજાઓની સેવામાં અને સ્વસ્થ
ગ્રહ માટે અથાક મહેનત કરનારા તમામ લોકો પ્રત્યે ઊંડો આભાર વ્યક્ત કરતા તેમણે
કહ્યું કે,” મજબૂત અને ગતિશીલ રાષ્ટ્ર માટે સ્વસ્થ નાગરિકો જરૂરી છે.”
વડાપ્રધાને દરેકને, આ દિશામાં સામૂહિક પ્રયાસો કરવા વિનંતી
કરી. તેમણે દરેક વ્યક્તિના સુખાકારીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાનું આહ્વાન કર્યું
અને દેશને સ્વસ્થ બનાવવા માટે દરેક સ્તરે સતત કાર્ય કરવાની જરૂરિયાત પર ભાર
મૂક્યો.
વડાપ્રધાન મોદીએ તેમના એક્સ-મેસેજમાં નાગરિકોને, શારીરિક
રીતે સક્રિય રહેવા માટે પ્રોત્સાહિત કર્યા. દરેકના સારા સ્વાસ્થ્યની શુભેચ્છા
પાઠવતા તેમણે કહ્યું કે,” દરેકે પોતાનું સ્વાસ્થ્ય જાળવવા માટે દરેક પ્રયાસ કરવો
જોઈએ.”
આ પ્રસંગે, તેમણે શારીરિક વ્યાયામનું મહત્વ દર્શાવતી સંસ્કૃત સુભાષિત
પણ શેર કરી –
“लघुं
कर्मसार्थ्यं दिप्तोऽग्निर्मेदसः क्षयः|
विभक्तघनगात्रत्वं व्यायामदुपजायते॥”
વડાપ્રધાન મોદીએ આ શ્લોક દ્વારા જણાવ્યું હતું કે,” નિયમિત
કસરત કાર્યક્ષમતા વધારે છે,
પાચન સુધારે છે, સ્થૂળતા ઘટાડે છે
અને શરીરને મજબૂત અને સુડોળ બનાવે છે.”
હિન્દુસ્થાન સમાચાર/માધવી ત્રિપાઠી/મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ