
ચંડીગઢ, નવી દિલ્હી, 07 એપ્રિલ (હિ.સ.)
ભૂતપૂર્વ ક્રિકેટર અને પંજાબ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુના
પત્ની ડૉ. નવજોત કૌર સિદ્ધુએ, એક નવા રાજકીય પક્ષની રચનાની જાહેરાત કરી છે. તેમના એક્સહેન્ડલ પર પોસ્ટ
કરીને, નવજોત કૌર
સિદ્ધુએ ભારતીય રાષ્ટ્રીય પાર્ટી ની રચનાની જાહેરાત કરી.
આ મહત્વપૂર્ણ નિર્ણય દરમિયાન સિદ્ધુ તેમની સાથે નહોતા. તેઓ
હાલમાં ક્રિકેટ મેચો પર ટિપ્પણી કરવામાં વ્યસ્ત છે. ડૉ. નવજોત કૌર સિદ્ધુ પંજાબમાં
મુખ્ય સંસદીય સચિવ તરીકે સેવા આપી ચૂક્યા છે અને તેમના પતિ સાથે કોંગ્રેસ
પાર્ટીમાં પણ સક્રિય છે. સિદ્ધુએ સોમવારે મોડી રાત્રે એક્સ દ્વારા આ માહિતી શેર
કરીને શાંતિથી પોતાના પક્ષની જાહેરાત કરી.
પોતાની પોસ્ટમાં, તેમણે લખ્યું કે,” ઉત્સુકતાથી રાહ જોવાતી જાહેરાત હવે આવી
ગઈ છે. રાજકીય નેતાઓના વર્તમાન પ્રદર્શનનું નજીકથી નિરીક્ષણ અને સમીક્ષા કર્યા પછી, અમે રાષ્ટ્રીય
સ્તરે એક નવા વિકલ્પ પર કામ કરવાનું શરૂ કર્યું છે. અમે ફક્ત અમારા જીવનને અમારા
દેશને સમર્પિત કરવા માંગીએ છીએ અને લોકોને તે પાછું આપવા માંગીએ છીએ, જે તેઓ ખરેખર
લાયક છે અને અમારી પાસેથી અપેક્ષા રાખે છે. તે દૈવી હસ્તક્ષેપ છે, જેણે સમાન
વિચારધારા ધરાવતા વ્યક્તિઓના જૂથને એકત્ર કર્યું છે જેમની પાસે દરેક રાજ્યમાં કામ
કરવાની ક્ષમતા, આત્મવિશ્વાસ, હિંમત અને દૃઢ
નિશ્ચય છે.”
તેઓ એક સામાન્ય ધ્યેય ધરાવે છે - ન્યાય અને શાંતિ પ્રદાન
કરવાનું, અને પ્રેમ દ્વારા
ઉચ્ચ ચેતનાની ઉર્જા સાથે કામ કરીને, આપણે વાહેગુરુજી જે ઇચ્છે છે તે બરાબર પ્રાપ્ત કરીશું. આપણે
પંજાબને તેના ખોવાયેલા ગૌરવ - સુવર્ણ રાજ્ય હોવાનો મહિમા - પુનઃસ્થાપિત કરવા માટે
આગળ વધીશું. એક એવું રાજ્ય જ્યાં લોકો પ્રેમ, વહેંચણી, ન્યાય, સ્વતંત્રતાનો અધિકાર અને સ્વતંત્રતાની શક્તિને ઓળખે છે.
જ્યાં લોકો તેમના લક્ષ્યો,
મૂલ્યો અને
દ્રષ્ટિકોણ પ્રાપ્ત કરે છે,
બાહ્ય હસ્તક્ષેપ
વિના, નિઃસ્વાર્થ સેવા
અને આધ્યાત્મિક વિકાસના ઉદ્દેશ્ય સાથે કામ કરે છે.
આ પંજાબના લોકોની, લોકો માટે અને લોકો દ્વારા સરકાર હશે. આધ્યાત્મિક ગુરુઓની
મદદથી, આપણે લોકોના ઘાયલ
આત્માઓને સાંત્વના આપીશું અને 'સત્ય અને પ્રેમ' ના માર્ગ પર ચાલીશું, જે વાહેગુરુજીની ભાષા છે.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ શર્મા / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ