પોરબંદર પોલીસ દ્વારા બેંકમાં મોકડ્રીલ યોજી.
પોરબંદર, 30 મે (હિ.સ.)પોરબંદર શહેર પોલીસ દ્વારા આજરોજ એક્સિસ બેંક પોરબંદર ખાતે સંયુક્ત મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જુનાગઢ વિભાગ પોલીસ મહાનિરીક્ષક કચેરીના પત્ર અનુસંધાને આ મોકડ્રીલ યોજવામાં આવી હતી. તાજેતરના સમયમાં બેંકોમાં લૂંટ અને ચોરી
પોરબંદર પોલીસ દ્વારા બેંકમાં મોકડ્રીલ યોજી.


પોરબંદર, 30 મે (હિ.સ.)પોરબંદર શહેર પોલીસ દ્વારા આજરોજ એક્સિસ બેંક પોરબંદર ખાતે સંયુક્ત મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જુનાગઢ વિભાગ પોલીસ મહાનિરીક્ષક કચેરીના પત્ર અનુસંધાને આ મોકડ્રીલ યોજવામાં આવી હતી.

તાજેતરના સમયમાં બેંકોમાં લૂંટ અને ચોરીના બનાવો બનતા હોવાના કારણે આવા બનાવોને અટકાવવા તેમજ પોલીસનો તાત્કાલિક પ્રતિસાદ વધુ અસરકારક બને તે હેતુસર જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું.પોરબંદર શહેરના ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાની સૂચના અનુસાર કમલાબાગ પોલીસ સ્ટેશન, કિર્તીમંદિર પોલીસ સ્ટેશન, મહિલા પોલીસ સ્ટેશન, સાયબર પોલીસ સ્ટેશન તેમજ એલ.સી.બી., એસ.ઓ.જી. અને પેરોલ ફર્લો શાખાની ટીમોએ સંયુક્ત રીતે કામગીરી હાથ ધરી હતી.મોકડ્રીલ દરમિયાન બેંકમાં લૂંટ જેવી પરિસ્થિતિ ઉભી કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરવામાં આવી હતી. આરોપીઓને પકડવાની પ્રક્રિયા, બેંક સ્ટાફ અને ગ્રાહકોની સુરક્ષા તેમજ સમગ્ર સંકલન વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી હતી.આ મોકડ્રીલનો મુખ્ય હેતુ પોલીસની તૈયારી વધુ મજબૂત બનાવવાનો અને આપત્તિ સમયે ઝડપી પ્રતિસાદ સુનિશ્ચિત કરવાનો હતો. સમગ્ર કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થતાં પોલીસ વિભાગ દ્વારા બેંક સુરક્ષા માટે આવી મોકડ્રીલ સમયાંતરે યોજવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande