બાઈકની સીટ નીચે ગાંજો છુપાવી વેચવા જતો યુવક ઝડપાયો, 1.10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
સુરતઃ, 31 મે (હિ.સ.)-સારોલી પોલીસે ગાંજાના ગેરકાયદે વેપાર સામે કાર્યવાહી કરતાં એક યુવકને ઝડપી પાડ્યો છે. આરોપી બાઈકની સીટ નીચે ગાંજો છુપાવી વેચવા જતો હતો, ત્યારે પોલીસે બાતમીના આધારે તેને ઝડપી લીધો હતો. પોલીસે ગાંજો, મોબાઇલ ફોન અને બાઈક સહિત કુલ રૂ
બાઈકની સીટ નીચે ગાંજો છુપાવી વેચવા જતો યુવક ઝડપાયો, 1.10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત


સુરતઃ, 31 મે (હિ.સ.)-સારોલી પોલીસે ગાંજાના ગેરકાયદે વેપાર સામે કાર્યવાહી કરતાં એક યુવકને ઝડપી પાડ્યો છે. આરોપી બાઈકની સીટ નીચે ગાંજો છુપાવી વેચવા જતો હતો, ત્યારે પોલીસે બાતમીના આધારે તેને ઝડપી લીધો હતો. પોલીસે ગાંજો, મોબાઇલ ફોન અને બાઈક સહિત કુલ રૂ. 1.10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મળતી માહિતી મુજબ, સારોલી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે એક યુવક ગાંજો લઈને વેચાણ માટે નીકળ્યો છે. જેના આધારે પોલીસે ડીએમડી ટેક્સટાઇલ માર્કેટ નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન કાળા રંગની પલ્સર બાઈક (GJ-05-TH-6940) પર આવી રહેલા શંકાસ્પદ યુવકને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન બાઈકની સીટ નીચેથી 206 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ. 10,300 હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની પાસેથી ગાંજો, મોબાઇલ ફોન અને બાઈક સહિત કુલ રૂ. 1.10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પકડાયેલા આરોપીની ઓળખ 25 વર્ષીય સુમિત અરુણકુમાર તિવારી તરીકે થઈ છે. મૂળ બિહારનો રહેવાસી સુમિત હાલમાં કુંભારીયા વિસ્તારમાં રહે છે.

પોલીસ તપાસમાં રાજુ નામના અન્ય એક શખ્સની સંડોવણી સામે આવતાં તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સારોલી પોલીસ દ્વારા એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande