ઊંઝા જેસીસ દ્વારા પક્ષીઓ માટે 4000 પાણીના કુંડા અને 600 માળાનું વિતરણ
મહેસાણા, 30 મે (હિ.સ.) : કાળઝાળ ગરમીમાં મૂંગા પક્ષીઓની તરસ છીપાવવા અને તેમને સુરક્ષિત આશ્રય મળી રહે તે હેતુથી ઊંઝા જેસીસ દ્વારા સેવાકીય અભિયાન અંતર્ગત મોટા પાયે પાણીના કુંડા અને પક્ષીઓના માળાનું વિતરણ કરવામાં આવ્યું છે. છેલ્લા ૨૩ વર્ષથી અવિરત ચાલી
ઊંઝા જેસીસ દ્વારા પક્ષીઓ માટે 4000 પાણીના કુંડા અને 600 માળાનું વિતરણ


મહેસાણા, 30 મે (હિ.સ.) : કાળઝાળ ગરમીમાં મૂંગા પક્ષીઓની તરસ છીપાવવા અને તેમને સુરક્ષિત આશ્રય મળી રહે તે હેતુથી ઊંઝા જેસીસ દ્વારા સેવાકીય અભિયાન અંતર્ગત મોટા પાયે પાણીના કુંડા અને પક્ષીઓના માળાનું વિતરણ કરવામાં આવ્યું છે. છેલ્લા ૨૩ વર્ષથી અવિરત ચાલી રહેલી આ જીવદયા પ્રવૃત્તિ હેઠળ આ વર્ષે અંદાજે 4000 પાણીના કુંડા અને 600 માળાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

ઊંઝા જેસીસના સભ્યોના આર્થિક સહયોગથી યોજાયેલા આ અભિયાનમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ઘરના આંગણે, અગાસી તેમજ જાહેર સ્થળોએ કુંડા અને માળા મૂકવામાં આવ્યા હતા. ગરમીના દિવસોમાં પક્ષીઓને પાણી અને આશ્રય મળી રહે તે માટે નગરજનોને પણ આ અભિયાનમાં જોડાવા અપીલ કરવામાં આવી હતી.

સંસ્થાના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, જીવદયા અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો મુખ્ય હેતુ રાખીને દર વર્ષે આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવે છે. જેસીસ મિત્રોની આ નિઃસ્વાર્થ સેવાકીય પહેલને નગરજનો દ્વારા પણ સરાહના મળી રહી છે.

આ સમગ્ર અભિયાનને સફળ બનાવવા માટે સંસ્થાના સભ્યો અને દાતાઓએ ભારે જહેમત ઉઠાવી હતી. આગામી સમયમાં પણ જીવદયાની વિવિધ પ્રવૃત્તિઓ ચાલુ રાખવાની સંસ્થાએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande