
પોરબંદર, 30 મે (હિ.સ.) પોરબંદર જિલ્લામાં છૂટાછેડા બાદ પુત્રીની કસ્ટડીને લઈને થયેલા વિવાદમાં મંજુલા દિનેશ મગનભાઈ રાઠોડ દ્વારા પ્રતાપ સાંજણભાઈ પાંડાવદરા સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
કાટવાણા ગામે રહેતા પ્રતાપ સાજણ પાંડાવદરા અને પોરબંદર ખાતે રહેતા ફરિયાદી મંજુલા રાઠોડ વચ્ચે આશરે આઠ વર્ષ પહેલા છૂટાછેડા લઈ અલગ થઈ ગયા હતા. ત્યારે તેમને સંતનમાં એક પુત્રી હોય જે સાથે લઈ જવા અને તે અંગે વાતચીત કરવા પ્રતાપ પાંડાવદરા તથા તેના પરિવારના સભ્યો મંજુલા રાઠોડના ઘરે પહોંચ્યા હતા. તે સમયે ફરિયાદીએ પુત્રીને સાથે મોકલવાની ના પાડતા મામલો ઉગ્ર બન્યો હતો.
ત્યારબાદ પ્રતાપ પાંડાવદરા અને તેના પરિવારજનો ત્યાંથી નીકળી ગયા હતા, પરંતુ જતા સમયે જાહેરમાં ગાળાગાળી કરી હતી. તેમજ મંજુલા રાઠોડે બીજા લગ્ન કર્યા હોવાની બાબતને લઈને પ્રતાપ પાંડાવદરા મનદુઃખ રાખતો હતો અને તે અવારનવાર ફોન કરીને મંજુલા રાઠોડ તથા તેમના પતિ દિનેશ રાઠોડને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હોવાનું ફરિયાદમાં નોંધાયું છે.
આ બનાવ અંગે પોલીસે પ્રતાપ સાંજણભાઈ પાંડાવદરા સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya