હારીજ નગરમાં પાણી સંકટ વચ્ચે સિદ્ધેશ્વરી ગ્રૂપની મફત ટેન્કર સેવા શરૂ
પાટણ, 30 મે (હિ.સ.) હારીજ નગરમાં લાંબા સમયથી ચાલતી પાણીની તીવ્ર અછતને કારણે અનેક વિસ્તારોમાં પરિસ્થિતિ ગંભીર બની હતી. ત્રિભોવનપાર્ક, ચિંતન બંગલોઝ, મધુવન સોસાયટી અને વૃંદાવનપાર્ક જેવી હાઈવે નજીકની સોસાયટીઓમાં પાણીની અછત અંગે નાગરિકોએ કલેક્ટર કચેરી
હારીજ નગરમાં પાણી સંકટ વચ્ચે સિદ્ધેશ્વરી ગ્રૂપની મફત ટેન્કર સેવા શરૂ


પાટણ, 30 મે (હિ.સ.) હારીજ નગરમાં લાંબા સમયથી ચાલતી પાણીની તીવ્ર અછતને કારણે અનેક વિસ્તારોમાં પરિસ્થિતિ ગંભીર બની હતી. ત્રિભોવનપાર્ક, ચિંતન બંગલોઝ, મધુવન સોસાયટી અને વૃંદાવનપાર્ક જેવી હાઈવે નજીકની સોસાયટીઓમાં પાણીની અછત અંગે નાગરિકોએ કલેક્ટર કચેરી તથા મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી હતી.

સ્થાનિક તંત્ર દ્વારા પૂરતો ઉકેલ ન મળતાં સિદ્ધેશ્વરી ગ્રૂપના સ્વ. અનિલકુમાર મહેતા પરિવારના જીગરભાઈ મહેતા અને પ્રતિકભાઈ મહેતાએ પોતાની પહેલથી બે ટેન્કર સેવા શરૂ કરી છે. તેમણે પોતાના ખર્ચે ઘરે ઘરે મફત પાણી પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવી છે.

આ સેવા માટે મોબાઈલ કોલ દ્વારા નોંધણી કરવાની સુવિધા આપવામાં આવી છે. પ્રથમ દિવસે જ 60થી વધુ પરિવારો નોંધાયા હતા, જેમાં કેટલીક સરકારી કચેરીઓ પણ સામેલ હતી. જરૂર મુજબ વધુ ટેન્કર શરૂ કરવાની તૈયારી પણ દર્શાવવામાં આવી છે.

જીગર મહેતાના જણાવ્યા મુજબ, બે ટેન્કર દ્વારા રોજ અનેક રહેઠાણોમાં પાણી પહોંચાડવામાં આવશે અને નોંધણી મુજબ ક્રમબદ્ધ રીતે સેવા ચાલુ રહેશે, જેથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત મળી શકે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande