છેતરપીંડીના ગુન્હાનો ફરાર આરોપી ઝડપાયો.
પોરબંદર, 30 મે (હિ.સ.)પોરબંદર જિલ્લામાં વિશ્વાસઘાત, ઠગાઈ તથા જી.પી.આઈ.ડી. અધિનિયમ હેઠળ નોંધાયેલા ગુનામાં છેલ્લા એક વર્ષથી લાલશાહી જાહેર થઈ ફરાર રહેલા આરોપીને કમલાબાગ પોલીસના સર્વેલન્સ સ્ટાફે હરિયાણાના ગુડગાવમાંથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. કમલાબ
છેતરપીંડીના ગુન્હાનો ફરાર આરોપી ઝડપાયો.


પોરબંદર, 30 મે (હિ.સ.)પોરબંદર જિલ્લામાં વિશ્વાસઘાત, ઠગાઈ તથા જી.પી.આઈ.ડી. અધિનિયમ હેઠળ નોંધાયેલા ગુનામાં છેલ્લા એક વર્ષથી લાલશાહી જાહેર થઈ ફરાર રહેલા આરોપીને કમલાબાગ પોલીસના સર્વેલન્સ સ્ટાફે હરિયાણાના ગુડગાવમાંથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. કમલાબાગ પોલીસ સ્ટેશનની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન માહિતી મળી હતી કે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ આરોપી હરિયાણાના ગુડગાવ વિસ્તારમાં રહેતો હતો. મળેલી બાતમીના આધારે પોલીસ ટીમ ગુડગાવ પહોંચી તપાસ હાથ ધરી હતી. ત્યાં સેક્ટર-65 વિસ્તારમાં આવેલી એક રહેણાંક સોસાયટીમાંથી આરોપીને શોધી કાઢી તેની અટકાયત કરવામાં આવી હતી.

આરોપી ઠગાઈ, બનાવટી દસ્તાવેજો તૈયાર કરવા, કાવતરું રચવા સહિતની કલમો તેમજ ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ(જી.પી.આઈ. ડી.)અધિનિયમ હેઠળ ગુનો નોંધાયેલો છે. આરોપી લાંબા સમયથી પોલીસ પકડથી દૂર રહી ફરાર જીવન જીવી રહ્યો હતો. ત્યારે આરોપીને પોરબંદર લાવવામાં આવ્યો છે. હાલમાં તેને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે તપાસ અધિકારીને સોંપવામાં આવ્યો છે. આરોપી તરુણ યોગેન્દ્રભાઈ છાબરા હોવાનું જાણવા મળ્યું છે. તે મૂળ ઉત્તર પ્રદેશના સહારનપુરનો રહેવાસી છે અને હાલ હરિયાણાના ગુડગાવ ખાતે રહેતો હતો.આ રીતે છેલ્લા એક વર્ષથી ફરાર રહેલા આરોપીને શોધી કાઢી કમલાબાગ પોલીસના સર્વેલન્સ સ્ટાફે ઝ્ડપી લીધો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande