પોલીસે બુટલેગરને પાસા હેઠળ અમદાવાદ જેલમા ધકેલાયો.
પોરબંદર, 30 મે (હિ.સ.)પોરબંદર જિલ્લામાં ગેરકાયદેસર દારૂના વેપાર અને અસામાજિક પ્રવૃત્તિઓ સામે જિલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ગેરકાયદેસર દારૂના ધંધામાં સંડોવાયેલા ઈસમો સામે પાસા હેઠળ અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે. આ અ
પોલીસે બુટલેગરને પાસા હેઠળ અમદાવાદ જેલમા ધકેલાયો.


પોરબંદર, 30 મે (હિ.સ.)પોરબંદર જિલ્લામાં ગેરકાયદેસર દારૂના વેપાર અને અસામાજિક પ્રવૃત્તિઓ સામે જિલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ગેરકાયદેસર દારૂના ધંધામાં સંડોવાયેલા ઈસમો સામે પાસા હેઠળ અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે.

આ અનુસંધાને રાણાવાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાણાવાવ પોલીસ સ્ટેશન ગુ.૨. નં. પાર્ટ-સી 11218015260165/2025 મુજબ પ્રોહિબિશન એક્ટ કલમ 65(અ), 98(2) અને 81 હેઠળના ગુનામાં ગેરકાયદેસર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ કેસમાં અંદાજે 640 લીટર દેશી દારૂ, કિંમત રૂપિયા 1,28,000નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન આદિત્યાણા ખાતે રહેતો આરોપી કિશોર સાજણભાઈ ગુરગુટીયા, અન્ય સહઆરોપીઓ સાથે મળી દારૂના વેચાણના ગુનામાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું હતું.આરોપી વિરુદ્ધ પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. દરખાસ્તના આધારે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આરોપી સામે પાસા હેઠળ અટકાયત વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યો હતો.ત્યારબાદ એલસીબી દ્વારા આરોપીની અટકાયત કરી પાસા વોરંટની બજવણી કરી તેને અમદાવાદ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.જિલ્લા પોલીસ દ્વારા જણાવાયું છે કે જિલ્લામાં ગેરકાયદેસર દારૂના ધંધા, અસામાજિક પ્રવૃત્તિઓ અને કાયદો-વ્યવસ્થાને ખોરવતા તત્વો સામે ભવિષ્યમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande