જામવાડા નજીક ગેસ ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માતમાં યુવકનું મોત
પાટણ, 30 મે (હિ.સ.) સાંતલપુર તાલુકાના જામવાડા ગામ નજીક માધવ હોટલ પાસે કસ્ટમ હાઈવે પર સુઈગામ તરફથી ઝડપથી આવી રહેલા એલ.પી.જી. ગેસ ટેન્કરે મોટરસાયકલને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક સવાર અશોક ઠાકોરને ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્ય
જામવાડા નજીક ગેસ ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માતમાં યુવકનું મોત


પાટણ, 30 મે (હિ.સ.) સાંતલપુર તાલુકાના જામવાડા ગામ નજીક માધવ હોટલ પાસે કસ્ટમ હાઈવે પર સુઈગામ તરફથી ઝડપથી આવી રહેલા એલ.પી.જી. ગેસ ટેન્કરે મોટરસાયકલને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક સવાર અશોક ઠાકોરને ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું.

અશોક ઠાકોર જામવાડા ગામના ગડસાયાવાસમાં રહેતા હતા અને પોતાના મોટરસાયકલ પર ખેતરે જઈ રહ્યા હતા. બપોરના સમયે ટેન્કર ચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવી તેમની બાઈકને અડફેટે લીધી હતી, જેમાં તેમને માથા, મોઢા અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અકસ્માત બાદ ટેન્કર ચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા પરિવારજનો અને ગ્રામજનો દોડી આવ્યા હતા અને ઘાયલ યુવકને સાંતલપુર સરકારી હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. આ મામલે સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) કલમ 106(1), 281 તથા મોટર વાહન અધિનિયમની સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. વધુ તપાસ આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર નરેન્દ્રકુમાર પુંજાજી વિહોલને સોંપવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande