સર્રાફા બજારમાં ઘટાડાથી સોનું સસ્તું થયું, ચાંદીની ચમક પણ ફિક્કી પડી
- સાપ્તાહિક ધોરણે 2,020 રૂપિયા સુધી સોનું સસ્તું થયું નવી દિલ્હી, 31 મે (હિ.સ.). સ્થાનિક સર્રાફા બજારમાં એક દિવસની તેજી બાદ આજે ફરી એકવાર ઘટાડાનું વલણ જોવા મળ્યું છે. સોનાના ભાવમાં આજે ચેન્નાઈ સિવાય દેશના મોટાભાગના સર્રાફા બજારમાં ઘટાડો નોંધાયો છે
વૈશ્વિક શેર બજાર


- સાપ્તાહિક ધોરણે 2,020 રૂપિયા સુધી સોનું સસ્તું થયું

નવી દિલ્હી, 31 મે (હિ.સ.). સ્થાનિક સર્રાફા બજારમાં એક દિવસની તેજી બાદ આજે ફરી એકવાર ઘટાડાનું વલણ જોવા મળ્યું છે. સોનાના ભાવમાં આજે ચેન્નાઈ સિવાય દેશના મોટાભાગના સર્રાફા બજારમાં ઘટાડો નોંધાયો છે. આ ઘટાડાને કારણે ચેન્નાઈ સિવાય દેશના મોટાભાગના ભાગોમાં આજે આ ચમકતી ધાતુ 560 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી લઈને 610 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી સસ્તી થઈ ગઈ છે. બીજી તરફ, ચેન્નાઈમાં આજે સોનાના ભાવમાં 290 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી લઈને 310 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધીનો વધારો નોંધાયો છે. ચાંદીના ભાવમાં પણ આજે 100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધીનો સાંકેતિક ઘટાડો નોંધાયો હતો.

ભાવમાં આવેલા ઘટાડાને કારણે દેશના સર્રાફા બજારોમાં 24 કેરેટ સોનું આજે 1,57,040 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી લઈને 1,59,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેપાર કરી રહ્યું છે. જ્યારે, 22 કેરેટ સોનું આજે 1,43,950 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી લઈને 1,46,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામની વચ્ચે વેચાઈ રહ્યું છે. આવી જ રીતે, ચાંદીના ભાવમાં આવેલી નજીવી નબળાઈને કારણે આ ચમકતી ધાતુ દિલ્હી સર્રાફા બજારમાં આજે 2,80,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે વેચાઈ રહી છે.

સાપ્તાહિક ધોરણે જોઈએ તો, ગત સપ્તાહના વેપારમાં સોના અને ચાંદીના ભાવમાં નબળાઈ નોંધાઈ છે. ગત સપ્તાહના વેપારમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 2,020 રૂપિયા સુધી સસ્તો થયો હતો. આવી જ રીતે, 22 કેરેટ સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે પ્રતિ 10 ગ્રામ 1,850 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો હતો. ચાંદીના ભાવમાં પણ ઉતાર-ચઢાવ છતાં ગત સપ્તાહના વેપારમાં નબળાઈ નોંધાઈ હતી. આ ઘટાડાને કારણે ચાંદીનો ભાવ સાપ્તાહિક ધોરણે 5 હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી નીચે આવી ગયો છે.

દિલ્હીમાં આજે 24 કેરેટ સોનું 1,57,190 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેપાર કરી રહ્યું છે, જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 1,44,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ છે. જ્યારે, દેશની આર્થિક રાજધાની મુંબઈમાં 24 કેરેટ સોનું 1,57,040 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 1,43,950 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે. આવી જ રીતે અમદાવાદમાં 24 કેરેટ સોનાની રિટેલ કિંમત 1,57,090 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાની કિંમત 1,44,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ છે.

આ મુખ્ય શહેરો ઉપરાંત ચેન્નાઈમાં 24 કેરેટ સોનું આજે 1,59,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામની કિંમતે અને 22 કેરેટ સોનું 1,46,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામની કિંમતે વેચાઈ રહ્યું છે. આવી જ રીતે કોલકાતામાં 24 કેરેટ સોનું 1,57,040 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 1,43,950 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેપાર કરી રહ્યું છે. ભોપાલમાં 24 કેરેટ સોનાની કિંમત 1,57,090 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે છે, જ્યારે 22 કેરેટ સોનું 1,44,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે.

જયપુરમાં 24 કેરેટ સોનું 1,57,190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 1,44,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે. પટનામાં 24 કેરેટ સોનાની કિંમત 1,57,090 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે છે, જ્યારે 22 કેરેટ સોનું 1,44,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે. લખનૌના સર્રાફા બજારમાં 24 કેરેટ સોનું આજે 1,57,190 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે અને 22 કેરેટ સોનું 1,44,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે.

દેશના અન્ય રાજ્યોની જેમ કર્ણાટક, તેલંગાણા અને ઓડિશાના સર્રાફા બજારમાં પણ આજે સોનાના ભાવમાં ઘટાડાનું વલણ જોવા મળી રહ્યું છે. આ ત્રણેય રાજ્યોની રાજધાનીઓ બેંગલુરુ, હૈદરાબાદ અને ભુવનેશ્વરમાં 24 કેરેટ સોનું 1,57,040 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેપાર કરી રહ્યું છે. આવી જ રીતે આ ત્રણેય શહેરોના સર્રાફા બજારોમાં 22 કેરેટ સોનું 1,43,950 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / યોગિતા પાઠક / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande