મેરીયાણા-ખડસલી રોડ સુધારણા માટે 1.40 કરોડ મંજૂર, સ્થાનિકોમાં ખુશીની લાગણી
અમરેલી, 04 મે (હિ.સ.) સાવરકુંડલા તાલુકાના મેરીયાણા-ખડસલી રોડના રીસર્ફેસિંગ તથા આનુષાંગીક કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા ₹1.40 કરોડની મહત્વપૂર્ણ રકમ મંજૂર કરવામાં આવતા સ્થાનિકોમાં આનંદની લાગણી પ્રસરી છે. આ મહત્વપૂર્ણ નિર્ણય બદલ રાજ્યના મુખ્યમંત્રી
મેરીયાણા-ખડસલી રોડ સુધારણા માટે ₹1.40 કરોડ મંજૂર, સ્થાનિકોમાં ખુશીની લાગણી


અમરેલી, 04 મે (હિ.સ.) સાવરકુંડલા તાલુકાના મેરીયાણા-ખડસલી રોડના રીસર્ફેસિંગ તથા આનુષાંગીક કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા ₹1.40 કરોડની મહત્વપૂર્ણ રકમ મંજૂર કરવામાં આવતા સ્થાનિકોમાં આનંદની લાગણી પ્રસરી છે. આ મહત્વપૂર્ણ નિર્ણય બદલ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજ્ય સરકાર પ્રત્યે ગ્રામજનો દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

લાંબા સમયથી આ રોડની સ્થિતિ નબળી હોવાથી વાહનચાલકો અને ગામજનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ખાસ કરીને વરસાદી મોસમ દરમિયાન રોડ પર ખાડા અને પાણી ભરાવાની સમસ્યા વધુ ગંભીર બની જતી હતી. હવે રીસર્ફેસિંગ તથા સંબંધિત કામગીરીથી રોડ મજબૂત બનશે અને વાહન વ્યવહાર વધુ સરળ અને સુરક્ષિત બનશે.

આ નિર્ણયથી મેરીયાણા અને ખડસલી સહિત આસપાસના ગામોના લોકોને સીધી અસર થશે. વેપાર, ખેતી અને રોજિંદા અવરજવર માટે સુવિધા વધતા સ્થાનિક વિકાસને પણ ગતિ મળશે. ગામજનોનું માનવું છે કે આ પ્રકારના પ્રજાલક્ષી નિર્ણયો સરકારની વિકાસ પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.

સ્થાનિકોએ આશા વ્યક્ત કરી છે કે, આવી જ રીતે અન્ય આંતરિક રસ્તાઓનું પણ સુધારણા કાર્ય ઝડપથી હાથ ધરવામાં આવશે જેથી સમગ્ર વિસ્તારનો સર્વાંગી વિકાસ શક્ય બને।

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande