
પાટણ, 05 મે (હિ.સ.) પાટણ જિલ્લાના રાધનપુરમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ દ્વારા, બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પર કરવામાં આવેલી ટિપ્પણીના વિરોધમાં, કોંગ્રેસ દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું. કોંગ્રેસના કાર્યકરોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરીને તેમનો વિરોધ નોંધાવ્યો હતો.
કાર્યકરો એ તેમનુ આવેદનપત્ર આપ્યા બાદ, કોંગ્રેસના આ કાર્યકરોએ ભાજપ પ્રદેશ અધ્યક્ષના પૂતળાનું દહન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તેમને અટકાવ્યા અને તેમના કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી.
કોંગ્રેસે આ ટિપ્પણીને, મહિલા શક્તિ અને ગુજરાતની જનતાનું અપમાન ગણાવી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ ઉઠાવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ