ટોકન વગર સમુદ્રમાં માછીમારી કરી રહેલ બોટ ઝડપાઇ.
પોરબંદર, 04 મે (હિ.સ.)પોરબંદર જિલ્લાના નવીબંદર પોલીસ દ્વારા અરબી સમુદ્રમાં ટોકન વગર માછીમારી કરી રહેલ બોટ ને ઝડપી પાડી બોટ મલિક વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ગુજરાત 1600 કી.મી લાંબો દરિયો કિનારો ધરાવે છે.હાલ ના સમય માં દરિયા
ટોકન વગર સમુદ્રમાં માછીમારી કરી રહેલ બોટ ઝડપાઇ.


પોરબંદર, 04 મે (હિ.સ.)પોરબંદર જિલ્લાના નવીબંદર પોલીસ દ્વારા અરબી સમુદ્રમાં ટોકન વગર માછીમારી કરી રહેલ બોટ ને ઝડપી પાડી બોટ મલિક વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

ગુજરાત 1600 કી.મી લાંબો દરિયો કિનારો ધરાવે છે.હાલ ના સમય માં દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવા વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.ત્યારેપોરબંદરના નવી બંદર પોલીસ સ્ટેશનના અધિકારીઓપેટ્રોલિંગમાં હતા ત્યારે બોટ ચેકીંગ કરતા રવી પ્રવીણભાઈ ચૌહાણ નામના માછીમાર તેમની કબ્જાવાળી બોટમાં દીવ્યશે રામજીભાઈ જેબર નામના એક ખલાસીનું ટોકનમાં નામ ન હોવા છતાં તેને સાથે રાખી માછીમારી કરતા હોવાનું ધ્યાને આવતા પોલીસ દ્વારા રવી પ્રવીણભાઈ ચૌહાણ વિરુદ્ધ મત્સસ્યધોગ અધિનિયમ 2003 ની કલમ-21(1)(ચ) મુજબ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande