
પાટણ, 04 મે (હિ.સ.) : પાટણ જિલ્લાના સિદ્ધપુરના જડિયાવીર વિસ્તારમાં સદાબહાર ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો અને સિનિયર સિટીઝન માટે અન્નપૂર્ણા રસોડાની શરૂઆત કરવામાં આવી છે. આ સેવાયજ્ઞનું ઉદ્ઘાટન ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ રસોડાનો મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક રીતે નબળા વર્ગ અને વૃદ્ધોને શુદ્ધ અને સાત્વિક ભોજન પૂરૂં પાડવાનો છે. દરરોજ 5 થી 7 હજારના ખર્ચે ભોજન તૈયાર થશે અને રોજ 100થી વધુ લોકો તેનો લાભ લેશે તેવી શક્યતા છે.
ઉદ્ઘાટનના પ્રથમ દિવસે આશરે 300 લોકોએ ભોજન લીધું હતું. આ પ્રસંગે સમાજના આગેવાનો અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ સદાબહાર ગ્રુપના સભ્યોએ આયોજન સફળ બનાવવા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ