
પોરબંદર, 04 મે (હિ.સ.)પોરબંદરના અનેક પંપ ઉપર પેટ્રોલ ડીઝલની કૃત્રિમ અછત ઉભી કરવામાં આવી છે તેથી જિલ્લા પુરવઠા વિભાગ તપાસ હાથ ધરીને જવાબદાર સંચાલકો સામે કાર્યવાહી કરે તેવી માંગ થઇ છે.
પોરબંદરમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ ડિઝલના ભાવ વધે તેવી શક્યતા વચ્ચે અનેક પેટ્રોલપંપ ખાતે ફોર વ્હીલમાં પેટ્રોલ ડીઝલ પુરાવા જાય ત્યારે ‘સ્ટોક નથી' તેમ જણાવી દેવામાં આવે છે. અને આ પ્રકારની કૃત્રિમ અછત ઉભી કરીને લોકોને હેરાન કરવામાં આવે છે, માત્ર પોરબંદર શહેર નહી પરંતુ જિલ્લાના અનેક પંપ ઉપર આ પ્રકારે જવાબ દઇ દેવામાં આવે છે અને ત્યાં તપાસ કરવામાં આવતા હજારો લીટરનો સ્ટોક હોવાનું જણાવવામાં આવે છે તેથી પોરબંદર શહેર અને જિલ્લામાં આ પ્રકારે પેટ્રોલીયમ પેદાશોની કૃત્રિમ અછત ઉભી કરનારા પેટ્રોલપંપના સંચાલકો સામે કાર્યવાહી કરવી જોઇએ તેવી રજૂઆત થઇ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya