
ભાવનગર,04 મે (હિ.સ.) : હાલમાં વેકેશનનો સમય ચાલી રહ્યો છે.શાળાઓ બંધ હોવા છતાં શિક્ષણની અનેક પ્રકારની પ્રવૃત્તિઓ શરૂ રાખવામાં આવે છે જ્યાં વિદ્યાર્થીઓ સ્વયં પોતે જઈને અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હોય છે.ઘણી જગ્યાએ સમર કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જ્યાં બાળકોને રમતાં રમતાં નવી બાબતો શીખવા મળે છે.કેટલાક સ્થળોએ ખાસ કરીને વાંચન પ્રવૃત્તિઓ પર ભાર મૂકવામાં આવે છે. લાઇબ્રેરી કેમ્પ, વાંચન પરબ,પુસ્તક મેળા જેવી પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં વાંચનની ટેવ વિકસાવવામાં આવે છે. આ વાંચનમાં નાના બાળકોથી લઈને વૃદ્ધ લોકો સુધી પણ જોડાતા હોય છે.
ભાવનગર જિલ્લાની નવાગામ પ્રાથમિક શાળા દ્વારા ગામના ચોરા ખાતે એક અનોખા અને પ્રેરણાદાયી પ્રયાસરૂપે પુસ્તક પરબ કાર્યક્રમનું અનોખું આયોજન કરવામાં આવ્યું છે. ગામના ચોરા પર સુંદર સજાવટ સાથે વિવિધ પ્રકારના પુસ્તકોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો માટેની વાર્તાઓ, શૈક્ષણિક પુસ્તકો, પ્રેરણાદાયી સાહિત્ય અને આધ્યાત્મિક પુસ્તકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ સમગ્ર આયોજન નવાગામ પ્રાથમિક શાળાના આચાર્ય રાજુભાઈ જાનીના માર્ગદર્શન અને સહયોગથી સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં આવ્યું છે.
બાળકોમાં વાંચનની ટેવ વિકસાવવા માટે આ પહેલ ખાસ ઉપયોગી સાબિત થઈ રહી છે, કારણ કે આજના ડિજિટલ યુગમાં બાળકો પુસ્તકો થી દૂર થતા જાય છે.કાર્યક્રમ દરમિયાન ગામના ચોરા ખાતે એક સકારાત્મક અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું. ખાસ કરીને બહોળી સંખ્યામાં મહિલાઓ ઉત્સાહપૂર્વક હાજર રહી અને પુસ્તકો લઈ વાંચન કરે છે.આવા કાર્યક્રમો તેમના માટે નવી માહિતી મેળવવાનો અને સમયનો સુદંર પ્રયાસ કરવામાં આવ્યો છે.વિદ્યાર્થીઓ માટે પણ આ કાર્યક્રમ ખૂબ જ ઉપયોગી બની રહ્યો છે. તેઓ સ્કૂલમાં વેકેશન હોવાના કારણે સીધા ચોરે આવીને પુસ્તકો વાંચે છે.
દરેક વયજૂથના લોકો માટે કંઈક નવું અને રસપ્રદ વાંચવા માટે અહીંયા અલગ અલગ પુસ્તકો રાખવામાં આવ્યા છે.આ રીતે નવાગામ પ્રાથમિક શાળાની આ અનોખી પહેલ અનેક ગામો માટે પ્રેરણા રૂપ બની છે અહીંયા રોજના માટે લોકો વાંચન કરવા માટે દિવસે અને રાત્રે પણ આવતા હોય છે અલગ અલગ પુસ્તકો રાખેલા હોવાના કારણે દરેક વયજૂથ ના લોકો અહીંયા ચોરે જોવા મળે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT