પોરબંદર ગોસબાર આર.ડી.એકસ.લેન્ડિગ કેશમાં જામનગર કોર્ટનો ચુકાદો.
પોરબંદર, 04 મે (હિ.સ.)વર્ષો જૂના અને દેશભરમાં ચર્ચિત પોરબંદરના ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં જામનગરની સ્પેશિયલ કોર્ટે આજે સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. 1993ના મુંબઈ સીરિયલ બોમ્બ બ્લાસ્ટ સાથે સીધો સંબંધ ધરાવતા આ કેસમાં કોર્ટે કુલ 12 આરોપીઓને દોષિત ઠે
પોરબંદર ગોસબાર આર.ડી.એકસ.લેન્ડિગ કેશમાં જામનગર કોર્ટનો ચુકાદો.


પોરબંદર, 04 મે (હિ.સ.)વર્ષો જૂના અને દેશભરમાં ચર્ચિત પોરબંદરના ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં જામનગરની સ્પેશિયલ કોર્ટે આજે સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. 1993ના મુંબઈ સીરિયલ બોમ્બ બ્લાસ્ટ સાથે સીધો સંબંધ ધરાવતા આ કેસમાં કોર્ટે કુલ 12 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. આ ચુકાદાને આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં એક કડક અને સ્પષ્ટ સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે. આ કેસ પોરબંદરના ગોસાબારા દરિયા કિનારે ગેરકાયદેસર રીતે ઉતારવામાં આવેલા RDX અને હથિયારોના જથ્થા સાથે સંકળાયેલો છે. તપાસ મુજબ, અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને મુસ્તફા ડોસા દ્વારા મોકલવામાં આવેલી વિસ્ફોટક સામગ્રી આ માર્ગે જ ભારતમાં પ્રવેશી હતી. આજ RDXનો ઉપયોગ બાદમાં મુંબઈમાં થયેલા ભયાનક બોમ્બ બ્લાસ્ટમાં કરવામાં આવ્યો હતો.

મુંબઈ વિસ્ફોટોના થોડા મહિના પહેલા, પાકિસ્તાનના કરાચી થઈને દરિયાઈ માર્ગે વિસ્ફોટકો અને હથિયારોનો મોટો જથ્થો ગુજરાતના પોરબંદર નજીક આવેલા ગોસાબારા કિનારે ઉતારવામાં આવ્યો હતો. આ ઓપરેશન પાછળ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ, ટાઈગર મેમણ અને સ્થાનિક સ્મગલરોનું નેટવર્ક સક્રિય હતું. ગોસાબારાનો નિર્જન દરિયાકિનારે મોટા પ્રમાણમાં RDX (વિસ્ફોટક), AK-47 રાઈફલ્સ, હેન્ડ ગ્રેનેડ્સ અને મેગેઝિન ઉતારાયું હતું.પાકિસ્તાની બોટ દ્વારા લાવવામાં આવેલો સામાન મધદરિયે સ્થાનિક ફિશિંગ બોટોમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો અને ત્યારબાદ રાત્રિના અંધકારમાં કિનારે ઉતારવામાં આવ્યો હતો. આ ઐતિહાસિક ચુકાદાથી જામનગર અને સમગ્ર ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓ અને કાયદાકીય વર્તુળોમાં ભારે હલચલ જોવા મળી રહી છે. દાયકાઓ જૂના આ કેસમાં ન્યાય મળતા આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ તત્વો માટે આ એક મોટો લપડાક સમાન છે.

*દોષિતોના નામ*

1.ઓસમાણ ઉર્ફે ઉસ્માન ઉંમર કોરેજા

2.મામદ અલીમામદ ઉર્ફે મમદુ

3.હારુન આદમ સંધાર વાઘેર

4.અહેમદ ઇસ્માઈલ ઓલીયા

5. આરીફ અબ્દુલ રહેમાન ઉર્ફે આરીફ લંબુ લાખાણી (મેમણ)

6.ઈફતેખાર મહમદ યુનુસ અન્સારી

7. મહમદ અયુબ અબ્દુલ કયુમ અન્સારી ઉર્ફે અયુબ ટકલો

8. લખમણ હરદાસ આહીર વસરા

9.મહમદ સલીમ ઉર્ફે મહમદ મક ઉર્ફે સલીમ કતા

10.ઉમરમિંયા ઉર્ફે મમુમિંયા ઈસ્માઈલ મિંયા ઉર્ફે પંજૂમિંયા સૈયદ બુખારી

11.ઇસ્તીયાક અહેમદ મહમદ યુનીસ અન્સારી

12.કાદીર અહેમદ અમીમ અહેમદ શેખ

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande