સુરતના નવા ગામમાં ત્રણ વર્ષના ભૂલા પડેલા બાળકને પરિવાર સાથે મિલાપ કરાવ્યો
સુરત, 04 મે (હિ.સ.) : સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં ઓપરેશન મુસ્કાન અંતર્ગત ડીંડોલી પોલીસે ઝડપી અને માનવતાભરી કામગીરી કરી ત્રણ વર્ષના ભૂલા પડેલા બાળકને ગણતરીની મિનિટોમાં તેના પરિવાર સાથે સુરક્ષિત રીતે મિલાપ કરાવ્યો હતો. પોલીસની આ કામગીરીને સ્થાનિકો
સુરતના નવા ગામમાં ત્રણ વર્ષના ભૂલા પડેલા બાળકને પરિવાર સાથે મિલાપ કરાવ્યો


સુરત, 04 મે (હિ.સ.) : સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં ઓપરેશન મુસ્કાન અંતર્ગત ડીંડોલી પોલીસે ઝડપી અને માનવતાભરી કામગીરી કરી ત્રણ વર્ષના ભૂલા પડેલા બાળકને ગણતરીની મિનિટોમાં તેના પરિવાર સાથે સુરક્ષિત રીતે મિલાપ કરાવ્યો હતો. પોલીસની આ કામગીરીને સ્થાનિકોમાંથી પ્રશંસા મળી રહી છે.

મળતી માહિતી મુજબ ગત તા. 03 મે 2026ના રોજ રાત્રિના આશરે આઠ વાગ્યાના સમયે ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નવાગામ શ્રીનાથનગર સોસાયટી નજીક એક ત્રણ વર્ષનું બાળક એકલું હાલતમાં ફરતું જોવા મળ્યું હતું. બાળકને જોઈ સ્થાનિક નાગરિકે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ 112 પર ફોન કરી જાણ કરી હતી. માહિતી મળતા જ ડીંડોલી પોલીસની ટીમ તુરંત સ્થળ પર પહોંચી બાળકને સુરક્ષિત રીતે કસ્ટડીમાં લઈ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યું હતું.

ડીંડોલી પોલીસ સ્ટેશનના ફર્સ્ટ પોલીસ ઇન્સ્પેક્ટર પી.એલ. વાઘેલા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. ખાંટના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા બાળકના પરિવારની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પોલીસે સ્થાનિક લોકો, સોશિયલ મીડિયા તેમજ વિવિધ સંપર્કોના આધારે તપાસ હાથ ધરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande