
પાટણ, 04 મે (હિ.સ.)સુરતના ભટાર રોડ પર રહેતા કિર્તીકુમાર પટેલ પોતાના પરિવાર સાથે અંબાજી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. સિધ્ધપુર નજીક કાકોશી ચોકડી પાસે તેમની અર્ટીગા કારને પૂરઝડપે આવતી ટ્રકે ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં કારની હેડલાઇટ, બોનેટ, દરવાજા, કાચ અને પાછળનો ભાગ નુકસાન પામ્યો હતો, જેમાં આશરે ₹2.50 લાખનું નુકસાન થયું હોવાનું જણાવાયું છે. સદનસીબે, પરિવારના કોઈ સભ્યને ઈજા પહોંચી નથી.
અકસ્માત બાદ ટ્રક ચાલકે દાદાગીરી કરી અને તે નશામાં હોવાનું શંકાસ્પદ બન્યું હતું. સિધ્ધપુર પોલીસે ટ્રક ચાલક સામે B.N.S.S. ની કલમ 281, 324(5) તેમજ મોટર વાહન અધિનિયમની કલમ 177 અને 184 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ