
પાટણ, 04 મે (હિ.સ.) : પાટણ માર્કેટયાર્ડ ખાતે ગુજકોમાસોલ દ્વારા બકાલી ઓર્ગેનિક કેરીના ઇન્ડિયન મેંગો સ્ટોરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સોમવારે એપીએમસીના ચેરમેન સ્નેહલ પટેલના હસ્તે આ સ્ટોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ઓર્ગેનિક કેરી પૂરી પાડવાનો તેમજ વિદ્યાર્થીઓને આર્થિક રીતે સહાય કરવાનો છે. ઉનાળાની શરૂઆત સાથે જ ઓર્ગેનિક પદ્ધતિથી ઉત્પાદિત કેરી અહીં ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
સ્ટોર પર કેરી ત્રણ કિલો અને પાંચ કિલોના પેકિંગમાં ઉપલબ્ધ છે, જે વિદ્યાર્થીઓના બકાલી જૂથ દ્વારા તૈયાર કરવામાં આવી છે. ચેરમેન સ્નેહલ પટેલે નાગરિકોને અહીંથી ઓર્ગેનિક કેરી ખરીદવા અપીલ કરી હતી.
ગુજકોમાસોલ રાજ્યભરમાં આવા સ્ટોર્સ શરૂ કરીને વિદ્યાર્થીઓને સક્ષમ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ પ્રસંગે વેપારીઓ, ખેડૂતો અને નાગરિકોએ હાજરી આપી આ પહેલને સરાહનીય ગણાવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ