જૂનાગઢ જિલ્લા ખાતે મહિલાઓની સુરક્ષા અને સહાય માટે કાર્યરત “સખી” વન સ્ટોપ સેન્ટર
જુનાગઢ 4 મે (હિ.સ.) જૂનાગઢ જિલ્લા ખાતે મહિલાઓને સુરક્ષા અને સહાય માટે કાર્યરત “સખી” વન સ્ટોપ સેન્ટર દ્વારા વિવિધ સેવાઓ સફળતાપૂર્વક પૂરી પાડવામાં આવી રહી છે. હિંસાથી પીડિત મહિલાઓ અને કિશોરીઓને આશ્રય, તબીબી, કાનૂની, પોલીસ તેમજ કાઉન્સેલિંગ જેવી તમામ સ
જૂનાગઢ જિલ્લા ખાતે મહિલાઓની સુરક્ષા અને સહાય માટે


જુનાગઢ 4 મે (હિ.સ.) જૂનાગઢ જિલ્લા ખાતે મહિલાઓને સુરક્ષા અને સહાય માટે કાર્યરત “સખી” વન સ્ટોપ સેન્ટર દ્વારા વિવિધ સેવાઓ સફળતાપૂર્વક પૂરી પાડવામાં આવી રહી છે. હિંસાથી પીડિત મહિલાઓ અને કિશોરીઓને આશ્રય, તબીબી, કાનૂની, પોલીસ તેમજ કાઉન્સેલિંગ જેવી તમામ સેવાઓ એક જ સ્થળ પર ઉપલબ્ધ થાય તેવા ઉમદા હેતુથી ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા દેશભરના જિલ્લાઓમાં આ સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે.

જૂનાગઢ જિલ્લામાં લેબર કોર્ટ નજીક, હાથીખાના ચોક ખાતે બહેરા-મુંગા શાળાના ગેટની અંદર વર્ષ ૨૦૧૮થી “સખી” વન સ્ટોપ સેન્ટર કાર્યરત છે, જે ૨૪×૭ સેવા આપે છે. જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી સી. જી. સોજીત્રા તેમજ દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારીબી. ડી. ભાડના માર્ગદર્શન હેઠળ સેન્ટર અસરકારક રીતે કામગીરી કરી રહ્યું છે. કોઈપણ મહિલાઓ અથવા કિશોરીઓ મુશ્કેલીના સમયે મદદ માટે આ ફોન નંબર પર ૦૨૮૫-૨૬૨૨૧૦૦ પર સંપર્ક કરી શકે છે.

જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને રચાયેલી દેખરેખ સમિતિ દ્વારા સેન્ટરની કામગીરીનું સમયાંતરે મૂલ્યાંકન કરવામાં આવે છે.એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ દરમ્યાન સેન્ટર ખાતે કુલ ૨૦૨ કેસ નોંધાયા હતા. જેમાં તમામ કેસોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. તેમજ સેન્ટર દ્વારા અન્ય સેવાઓ પૂરી પાડવામાં આવેલ હતી. તેમાંથી ૯૮ કેસોમાં આશ્રય સહાય આપવામાં આવી, જ્યારે ૧૯૭ કેસોમાં સમાધાન કરાયું હતું. ઉપરાંત જરૂરીયાત મુજબ કેસોમાં તબીબી, પોલીસ અને કાયદાકીય સહાય પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

“સખી” વન સ્ટોપ સેન્ટર મહિલાઓના સશક્તિકરણ અને સુરક્ષા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande