જૂનાગઢ જિલ્લાના ખેડૂતો માટે પાક રક્ષણ હેતુ, તાર ફેન્સીંગ સહાય યોજના (વર્ષ ૨૦૨૬-૨૭)
જૂનાગઢ 4 મે (હિ.સ.) રાજયનાં ખેડૂતોને પાક રક્ષણ હેતુ તાર ફેન્સીંગ બનાવવાની સહાય યોજના તાર ફેન્સિંગ બનાવવા માટે ખેડુતોને નાણાકીય સહાય આપવાની યોજના વર્ષ ૨૦૨૬-૨૭ માટે તા. ૨૭/૦૩/૨૦૨૬ થી તા. ૨૬/૦૪/૨૦૨૬ (દિન-૩૦) સુધી ઓનલાઈન અરજીએ કરવા માટે આઇ-ખેડુત પ
જૂનાગઢ જિલ્લાના ખેડૂતો માટે પાક રક્ષણ હેતુ, તાર ફેન્સીંગ સહાય યોજના (વર્ષ ૨૦૨૬-૨૭)


જૂનાગઢ 4 મે (હિ.સ.) રાજયનાં ખેડૂતોને પાક રક્ષણ હેતુ તાર ફેન્સીંગ બનાવવાની સહાય યોજના તાર ફેન્સિંગ બનાવવા માટે ખેડુતોને નાણાકીય સહાય આપવાની યોજના વર્ષ ૨૦૨૬-૨૭ માટે તા. ૨૭/૦૩/૨૦૨૬ થી તા. ૨૬/૦૪/૨૦૨૬ (દિન-૩૦) સુધી ઓનલાઈન અરજીએ કરવા માટે આઇ-ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવેલ હતુ.

સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ સુચના અન્વયે વ્યક્તિગત ખેડૂત અથવા ખેડૂત જુથ લીડર દ્વારા અરજી કર્યા બાદ દિન-૧૦માં ઓનલાઈન અરજીની પ્રિન્ટ સાથે જરૂરી સાધનિક પુરાવા સાથે રજુ કરવાના બાકી હોય તે જૂનાગઢ જિલ્લાના તમામ ખેડૂત/ જૂથ લીડર ને જૂનાગઢ જિલ્લા કચેરી સુધી આવુ ન પડે અને અગવડતા ઊભી ન થાય તે બાબતને ધ્યાને લઈ ખેડુતના હિતાર્થએ આ યોજનાના અરજદારોએ પોતાની અરજી સાથે ઓનલાઈન અરજીની પ્રિન્ટ ખેડુત/જૂથ લીડરની સહીવાળી, સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંહેધરી પત્રક, અરજી મુજબના તમામ ૭/૧૨, ૮-અની નકલ, બેન્ક પાસબુકની નકલ, આધારકાર્ડની નકલ, કબુલાતનામું અને સ્વ ઘોષણાપત્ર, અરજી મુજબના તમામ સર્વે નંબરોનો ડીમાર્કશન વાળો નકશો જેવા જરૂરી સાધનીક કાગળો સંબંધિત તાલુકા કક્ષાએ જ ખેતીવાડી શાખામાં વિસ્તરણ અધિકારી(ખેતી) તેમજ સંબંધિત ગ્રામસેવક (ખેતી) ને ચોક્સાઈ પુર્વક ખરાઈ કરીને તા. ૧૨/૦૫/૨૦૨૬ સુધીમાં ફરજીયાત રજુ કરવાના રહેશે.

આમ નિયત સમયમર્યાદામાં અરજીઓ સાથે સાધનિક કાગળો રજુ કરવામાં નહિ આવે તો, આવી અરજીઓને બિનપાત્રતા ગણવા અંગે કાર્યવાહી કરવામાં આવશે. જેની તાર ફેન્સિંગમાં અરજી કરેલ તમામ અરજદારોએ ખાસ નોંધ લેવા વિનંતી છે. આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક (ખેતી), વિસ્તરણ અધિકારી (ખેતી) નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અખબારી યાદીમાં જણાવાયુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande