
અમરેલી, 04 મે (હિ.સ.) સાવરકુંડલા તાલુકાના જૂના સાવર ગામ ખાતે આયોજિત “શ્રી રામચરિત માનસ જ્ઞાન યજ્ઞ” સપ્તાહ પ્રસંગે ધારાસભ્ય મહેશ કસવાલા ઉપસ્થિત રહ્યા હતા. આ ધાર્મિક કાર્યક્રમમાં તેમણે ભાગ લઈ ભગવાન શ્રીરામના ચરણોમાં નમન કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ વચ્ચે મોટી સંખ્યામાં ગામજનો અને શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. ધારાસભ્યએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આવા ધાર્મિક અને સાંસ્કૃતિક આયોજનોથી સમાજમાં સકારાત્મકતા, એકતા અને આધ્યાત્મિક શક્તિનો વિકાસ થાય છે. તેમણે ભગવાન શ્રીરામના આદર્શોને જીવનમાં ઉતારવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો.
મહેશ કસવાલાએ સમગ્ર વિસ્તારના લોકો માટે સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. સાથે જ આ સુંદર આયોજન માટે આયોજકોને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, આવા યજ્ઞો સમાજમાં સદભાવ અને સહકારની ભાવનાને મજબૂત બનાવે છે. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા, જેના કારણે કાર્યક્રમ ભવ્ય અને યાદગાર બન્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai