
અમરેલી, 04 મે (હિ.સ.) : મંત્રી કોશિક વેકારીયાએ સનાળા સ્થિત સ્વામિનારાયણ મહિલા મંદિરના ૨૫મા વાર્ષિક પાટોત્સવ નિમિત્તે ઉજવાતા રજત જયંતી મહોત્સવમાં હાજરી આપી હતી. આ પાવન પ્રસંગે તેઓએ પવિત્ર કથાશ્રવણ કરી આધ્યાત્મિક અનુભૂતિનો લાભ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન મંદિરમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો, જ્યાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભક્તિમાં લીન બન્યા હતા.
મંત્રી વેકારીયાએ જણાવ્યું કે આવા ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રસંગો સમાજમાં સકારાત્મકતા અને એકતા પ્રસરાવે છે. સંતો અને વક્તાશ્રીઓના આશીર્વચનોથી જીવનમાં સંસ્કાર, શાંતિ અને ધર્મપ્રતિની આસ્થા વધુ મજબૂત બને છે. તેમણે આ મહોત્સવને સમાજ માટે પ્રેરણાદાયક ગણાવ્યો હતો.
આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો, કથાઓ અને ભજન-કીર્તન દ્વારા આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ થયો હતો. ઉપસ્થિત ભક્તોએ પણ આવા પાવન પ્રસંગો દ્વારા માનસિક શાંતિ અને આધ્યાત્મિક સમૃદ્ધિ પ્રાપ્ત થતી હોવાનું જણાવ્યું હતું.
સમગ્ર મહોત્સવ ભક્તિ, સંસ્કૃતિ અને એકતાનું સુંદર પ્રતિબિંબ બની સમાજમાં સદભાવના ફેલાવતો સાબિત થયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai