પાટણ SOG દ્વારા નેદ્રા ગામે હથિયાર સાથે યુવક ઝડપાયો
પાટણ, 04 મે (હિ.સ.)પાટણ એસ.ઓ.જી. શાખાએ સિદ્ધપુર તાલુકાના નેદ્રા ગામના બસ સ્ટેન્ડ પરથી ગેરકાયદેસર હથિયાર સાથે, એક યુવકને ઝડપી પાડ્યો હતો. પોલીસને બાતમી મળતાં રાત્રે પીકઅપ સ્ટેન્ડ પાસે કોર્ડન કરીને રોનક પ્રભાત દેસાઈને પકડી પાડવામાં આવ્યો હતો. આરોપી
પાટણ SOG દ્વારા નેદ્રા ગામે હથિયાર સાથે યુવક ઝડપાયો


પાટણ, 04 મે (હિ.સ.)પાટણ એસ.ઓ.જી. શાખાએ સિદ્ધપુર તાલુકાના નેદ્રા ગામના બસ સ્ટેન્ડ પરથી ગેરકાયદેસર હથિયાર સાથે, એક યુવકને ઝડપી પાડ્યો હતો. પોલીસને બાતમી મળતાં રાત્રે પીકઅપ સ્ટેન્ડ પાસે કોર્ડન કરીને રોનક પ્રભાત દેસાઈને પકડી પાડવામાં આવ્યો હતો.

આરોપી રોનક દેસાઈ હાલ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહે છે અને મૂળ ચંદ્રાવતી ગામનો છે. તેની અંગઝડતી દરમિયાન પેન્ટના ખિસ્સામાંથી 50,000 રૂપિયાની ઓટોમેટિક પિસ્તોલ અને મેગેઝીન સાથે ચાર જીવતા કારતુસ મળી આવ્યા હતા. પોલીસે કુલ 50,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને તેની પાસે કોઈ લાયસન્સ નહોતું.

પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું હતું કે, આ પિસ્તોલ અને કારતુસ તેને છ દિવસ પહેલા અમદાવાદના વાડજ વિસ્તારમાં રહેતા જૈમીન પટેલ પાસેથી મળ્યા હતા. પોલીસે રોનક દેસાઈની ધરપકડ કરી છે અને હથિયાર સપ્લાય કરનારને વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ શરૂ કરી છે. કેસની વધુ તપાસ પીએસઆઈ દિલીપકુમાર ચૌધરી ચલાવી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande