પોરબંદર એલ.સી.બી.એ કરોડો રૂપિયાની છેતરપીંડી કરનાર શખ્સોને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા
પોરબંદર, 04 મે (હિ.સ.) : પોરબંદરના બગવદર પોલીસ સ્ટેશનમા પોપટભાઈ ઉર્ફે પરબતભાઈ વેજાભાઈ ખુંટીએ રસીક ધનાભાઈ માલકીયા અને કાંતી ગોરધનભાઈ મકવાણા વિરુદ્ધ ખેતરની બાજુમાં રહેલ 8 વીઘા સરકારી જમીન ફરિયાદીના નામે કરાવવાની ખાત્રી આપી જમીનની માપણી કરી સ્વરક્ષણ હ
પોરબંદર એલ.સી.બી.એ  કરોડો રૂપિયાની છેતરપીંડી કરનાર શખ્સોને  ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા.


પોરબંદર, 04 મે (હિ.સ.) : પોરબંદરના બગવદર પોલીસ સ્ટેશનમા પોપટભાઈ ઉર્ફે પરબતભાઈ વેજાભાઈ ખુંટીએ રસીક ધનાભાઈ માલકીયા અને કાંતી ગોરધનભાઈ મકવાણા વિરુદ્ધ ખેતરની બાજુમાં રહેલ 8 વીઘા સરકારી જમીન ફરિયાદીના નામે કરાવવાની ખાત્રી આપી જમીનની માપણી કરી સ્વરક્ષણ હથિયાર લાયસન્સ કઢાવી આપવાનું કહી કુલ રૂા. 14,50,000/- છેતરપીડી અન્ય સાહેદો પાસેથી સરકારી જમીન તેઓના નામે કરાવવા તથા સ્વરક્ષણ હથીયાર કાઢી આપવાની ખાતરી આપી વિશ્વાસમાં લઈ કુલ રૂ.2,21,32,300/- મળી ફરિયાદી તથા સાહેદોના મળી કુલ રૂ.2.35 કરોડથી વધુ રકમ પડાવી છેતરપીંડી તથા વિશ્વાસઘાત કરી ગુનો કર્યો હોવાની ફરિયાદ દાખલ કરાવી હતી. બનાવની ગંભીરતા ધ્યાને લઈ પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા ઉપરોકત ગુનાના પકડવાના બાકી આરોપીઓને પકડી સત્વરે પકડી પાડવા કરેલ સુચના અનુસંધાને એલ.સી.બી. ઈન્ચાર્જ પો.ઈન્સ. આર. કે કાંબરીયાની રાહબરી હેઠળ એલ.સી.બી સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બંને આરોપીપ કૃતિયાણા બીલડી ગામ નજીક રાજકોટ-પોરબંદર નેશનલ હાઈવે ઉપરહોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે બંને આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કામગીરીમાં LCB ઇન્ચાર્જ પી.આઈ. આર.કે કાંબરીયા, ASI બટુકભાઈ વિંઝુડા, રાજેન્દ્રભાઈ જોષી, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઈ મકવાણા, મુકેશભાઈ માવદીયા, ઉદયભાઈ વરૂ, HC સલીમભાઈ પઠાણ ઉપેન્દ્રસિંહ જાડેજા. હીમાંશુભાઈ મક્કા. કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઈ ઓડેદરા, જીતુભાઈ દાસા, વિરેન્દ્રસિંહ પરમાર તથા PC નટવરભાઈ ઓડેદરા, અજયભાઇ ચૌહાણ તથા ડા. PC રોહિતભાઈ વસાવા વિગેરે રોકાયેલ હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande