બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી તોડી પાડતી પોલીસ.
પોરબંદર, 04 મે (હિ.સ.)રાણાવાવ પો.સ્ટે.ના પો.ઈન્સ. બી.જી. ડાંગર ના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બરડા ડુંગરમાં ખુણાનાનેશથી 01 કી.મી. દુર વડલાવારી ઝરમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમી મળી હતી જે બાતમીના આધારે પોલ
બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી તોડી પાડતી પોલીસ.


પોરબંદર, 04 મે (હિ.સ.)રાણાવાવ પો.સ્ટે.ના પો.ઈન્સ. બી.જી. ડાંગર ના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બરડા ડુંગરમાં ખુણાનાનેશથી 01 કી.મી. દુર વડલાવારી ઝરમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમી મળી હતી જે બાતમીના આધારે પોલીસે દરોડો પડી ભાયા જીવાભાઈ મોરીની ભઠ્ઠીમાંથી દેશી દારૂ બનાવવાનો ભઠ્ઠીમાંથી આથો લી. 200/- તથા દેશી દારૂ લીટર-50 તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ કિ.રૂ.20,100/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો તેમજ ખંભાળા ડેમ થી પુર્વે અડધો કિ.મી. દુર ડુંગરની પડધારમાંથી દેશી દારૂ બનાવવાનો આથો લી.600/- તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ કિ.રૂ.16,650/- નો મુદામાલ કબ્જે કરી બંને ભઠ્ઠી ધારકો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી રાણાવાવ પો.સ્ટે. ના પો.ઈન્સ. બી.જી.ડાંગર, પો.સબ. ઈન્સ. આર.વી.મોરી, પો.હેડ.કોન્સ. બી.જે.દાસા, પો.કોન્સ. સંજય વાલાભાઇ, સરમણ દેવાયતભાઇ, જયમલ સામતભાઇ, કૃણાલસિંહ પ્રવિણસિંહ, ભરત કાનાભાઈ તથા ફોરેસ્ટર આર.બી. કારેણા દ્વારા કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande