મંત્રી કોશિક વેકારીયાની ઉપસ્થિતિમાં ઉદ્યોગજગતને પ્રોત્સાહન
અમરેલી,04 મે (હિ.સ.) અમરેલી શહેર ખાતે આયોજિત અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના વાર્ષિક સમારોહ તથા સન્માન સંભારંભમાં રાજ્યના મંત્રી કોશિક વેકારીયા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લામાં વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર ઉદ્યોગસા
મંત્રી કોશિક વેકારીયાની ઉપસ્થિતિમાં ઉદ્યોગજગતને પ્રોત્સાહન


અમરેલી,04 મે (હિ.સ.) અમરેલી શહેર ખાતે આયોજિત અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના વાર્ષિક સમારોહ તથા સન્માન સંભારંભમાં રાજ્યના મંત્રી કોશિક વેકારીયા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લામાં વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર ઉદ્યોગસાહસિકો અને વેપારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન મંત્રી કોશિક વેકારીયાએ ઉદ્યોગજગતના અગ્રણીઓ સાથે આત્મીય મુલાકાત કરી અને તેમની સમસ્યાઓ તથા સૂચનો સાંભળ્યા હતા. તેમણે જણાવ્યું કે, અમરેલી જિલ્લો વેપાર અને ઉદ્યોગ માટે વિશાળ સંભાવનાઓ ધરાવે છે અને સરકાર તરફથી જરૂરી સહાય અને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

આ પ્રસંગે વેપાર-ઉદ્યોગના વિકાસ માટે ચાલી રહેલા વિવિધ પ્રયાસો અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ, નવા ઉદ્યોગસાહસિકોને આગળ આવવા પ્રેરણા મળે તેવા સંદેશા આપવામાં આવ્યા હતા.

સમારોહમાં ઉપસ્થિત આગેવાનો અને વેપારીઓએ પણ આવા કાર્યક્રમો દ્વારા ઉદ્યોગજગતમાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસ પેદા થાય છે તેવું જણાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ઉદ્યોગ અને વિકાસને નવી દિશા આપતો સાબિત થયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande