સિલવાસા સ્ટેડિયમમાં ‘ઉત્તર ભારતીય ક્રિકેટ લીગ-5’નો ધમાકેદાર અંત, અયોધ્યા એવેન્જર્સ ચેમ્પિયન
સેલવાસ , 04 મે (હિ.સ.) : સેલવાસ ખાતે આવેલા સ્ટેડિયમ ગ્રાઉન્ડમાં યોજાયેલી ઉત્તર ભારતીય ક્રિકેટ લીગ (UBL) સીઝન-5નું ભવ્ય સમાપન થયું હતું. નાઇટ ટુર્નામેન્ટ તરીકે યોજાયેલ આ લીગમાં વિવિધ ટીમો વચ્ચે જબરદસ્ત મુકાબલા જોવા મળ્યા હતા, જેમાં અંતે અયોધ્યા એવેન
એન્જલ ચૌબે


સેલવાસ , 04 મે (હિ.સ.) : સેલવાસ ખાતે આવેલા સ્ટેડિયમ ગ્રાઉન્ડમાં યોજાયેલી ઉત્તર ભારતીય ક્રિકેટ લીગ (UBL) સીઝન-5નું ભવ્ય સમાપન થયું હતું. નાઇટ ટુર્નામેન્ટ તરીકે યોજાયેલ આ લીગમાં વિવિધ ટીમો વચ્ચે જબરદસ્ત મુકાબલા જોવા મળ્યા હતા, જેમાં અંતે અયોધ્યા એવેન્જર્સે શાનદાર પ્રદર્શન કરીને વિજેતા બનવાનો ગૌરવ મેળવ્યો હતો.

ફાઇનલ મુકાબલો રોમાંચથી ભરપૂર રહ્યો હતો, જ્યાં અયોધ્યા એવેન્જર્સે પોતાની મજબૂત બેટિંગ અને બૉલિંગના દમ પર જીત હાંસલ કરી હતી. ટીમના ખેલાડીઓએ સતત ઉત્તમ રમત બતાવીને દર્શકોનું દિલ જીતી લીધું હતું.

આ વિજેતા ટીમના ઓનર એન્જલ ચૌબેે ટીમના પ્રદર્શનની પ્રશંસા કરી અને તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. ટુર્નામેન્ટ દરમિયાન રાત્રિના સમયગાળામાં મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેને કારણે સમગ્ર માહોલ ઉત્સાહપૂર્ણ બન્યો હતો.

આ લીગ દ્વારા સ્થાનિક સ્તરે ક્રિકેટને પ્રોત્સાહન મળ્યું છે અને યુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવાનો ઉત્તમ પ્લેટફોર્મ મળ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande