બાલીસણામાં, ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2026નું સફળ સમાપન
પાટણ, 04 મે (હિ.સ.)પાટણના બાલીસણા ખાતે શ્રી વઢિયાર ગોળ દરજી સુથાર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ, રાધનપુર પ્રેરિત અને પાટણ પંચ યુવા સંગઠન દ્વારા આયોજિત ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2026નું સફળ સમાપન થયું હતું. ભવાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી આ બે દિવસીય
બાલીસણામાં ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2026નું સફળ સમાપન


પાટણ, 04 મે (હિ.સ.)પાટણના બાલીસણા ખાતે શ્રી વઢિયાર ગોળ દરજી સુથાર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ, રાધનપુર પ્રેરિત અને પાટણ પંચ યુવા સંગઠન દ્વારા આયોજિત ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2026નું સફળ સમાપન થયું હતું. ભવાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી આ બે દિવસીય સ્પર્ધામાં કુલ 12 ટીમોએ ભાગ લીધો હતો.

ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ગર્વ ઇલેવન અને વઢિયાર ઇલેવન વચ્ચે રમાઈ હતી, જેમાં ગર્વ ઇલેવનની ટીમે વિજય મેળવી ચેમ્પિયન ટ્રોફી જીતી હતી. વઢિયાર ઇલેવનની ટીમ રનર-અપ રહી હતી. તમામ મેચો યુવા સંગઠનના પ્રયાસોથી સુચારૂ રીતે પૂર્ણ થઈ હતી.

સમાપન સમારોહમાં સમાજના પ્રમુખ સુરેશભાઈ જાદવ, મનુભાઈ રીબડી, અમરતભાઈ સેવક, રાજુભાઈ દરજી અને વિષ્ણુભાઈ દરજી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે વિજેતા અને રનર-અપ ટીમોને ટ્રોફી અને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે મોટી સંખ્યામાં રમતપ્રેમીઓ હાજર રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande