વાપી મહાનગરપાલિકામાં વિરોધ પક્ષના નેતા તરીકે પીરમહંમદ મકરાણીની પસંદગી
વાપી, 04 મે (હિ.સ.) વાપી મહાનગરપાલિકામાં વિરોધ પક્ષના નેતા તરીકે કોંગ્રેસના પીરું ઉર્ફે પીરમહંમદ મકરાણીની સર્વસંમતિથી પસંદગી કરવામાં આવી છે. આ નિર્ણય આજે વાપીમાં યોજાયેલી કોંગ્રેસ સમિતિની બેઠકમાં લેવાયો હતો.તાજેતરમાં યોજાયેલી વાપી મહાનગરપાલિકાની
વિરોધ પક્ષ નેતા


વાપી, 04 મે (હિ.સ.) વાપી મહાનગરપાલિકામાં વિરોધ પક્ષના નેતા તરીકે કોંગ્રેસના પીરું ઉર્ફે પીરમહંમદ મકરાણીની સર્વસંમતિથી પસંદગી કરવામાં આવી છે. આ નિર્ણય આજે વાપીમાં યોજાયેલી કોંગ્રેસ સમિતિની બેઠકમાં લેવાયો હતો.તાજેતરમાં યોજાયેલી વાપી મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસે કુલ 11 બેઠકો પર વિજય મેળવ્યો હતો. ખાસ કરીને વોર્ડ નંબર 10માં છેલ્લા ત્રણ ટર્મથી ભાજપની પેનલ જીતતી આવી હતી, ત્યાં કોંગ્રેસની આખી પેનલને જંગી બહુમતીથી જીત અપાવામાં પીરમહંમદ મકરાણીની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.વાપી નગરપાલિકા સમયથી લઈને મહાનગરપાલિકા સુધી કોંગ્રેસ સાથે સંકળાયેલા અને વિવિધ વોર્ડમાંથી ચૂંટાઈ આવતા મકરાણીની આગેવાનીને ધ્યાનમાં રાખી કોંગ્રેસ દ્વારા તેમને વિરોધ પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઉપનેતા તરીકે ખંડુભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે.આ પ્રસંગે વલસાડ જિલ્લા કોંગ્રેસના આગેવાનો, વાપી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ મહેશભાઈ શાહ, ચૂંટણી કન્વીનર ગીરીશભાઈ દેસાઈ તેમજ કોંગ્રેસના ચૂંટાયેલા તમામ 11 સભ્યો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande