જામનગરમાં વોટરપાર્કમાં ગયેલા કરિયાણાના વેપારીના ઘરમાંથી ધોળા દિવસે રૂ.8.60 લાખની ચોરી
જામનગર, 04 મે (હિ.સ.) : જામનગરમાં યાદવ નગર વિસ્તારમાં રહેતા અને તે જ વિસ્તારમાં અનાજ કરિયાણાની દુકાન ધરાવતા એક વેપારી કે જેઓ ગઈકાલે પોતાના પરિવાર સાથે જામનગર નજીક આવેલા એક વોટરપાર્કમાં નહાવા માટે ગયા હતા, જે દરમિયાન સવારે 9.00 વાગ્યાથી પાંચ વાગ્યા
વેપારીના મકાનમાં ચોરીની ઘટના


જામનગર, 04 મે (હિ.સ.) : જામનગરમાં યાદવ નગર વિસ્તારમાં રહેતા અને તે જ વિસ્તારમાં અનાજ કરિયાણાની દુકાન ધરાવતા એક વેપારી કે જેઓ ગઈકાલે પોતાના પરિવાર સાથે જામનગર નજીક આવેલા એક વોટરપાર્કમાં નહાવા માટે ગયા હતા, જે દરમિયાન સવારે 9.00 વાગ્યાથી પાંચ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ધોળે દહાડે કોઈ તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી લીધું હતું, અને મકાનમાંથી 8.30 લાખની રોકડ રકમ તેમજ 30,000 ની કિંમતની સોનાની વીંટી સહિતની માલમતા ઉઠાવી ગયા ની ફરિયાદ સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

મળતી માહિતી મુજબ, યાદવનગર આહીર સમાજની બાજુમાં રહેતા નારણભાઈ હમીરભાઈ કંડોરીયા (ઉંમર 46), જે અભય કૃપા પ્રોવિઝન સ્ટોર નામે કરીયાણાની દુકાન ચલાવે છે, તેઓ પોતાના પરિવાર સાથે રહે છે. ગત તા. 02/09/2027ના રોજ સવારે અંદાજે 09:00 વાગ્યે નારણભાઈ પોતાના પરિવાર સાથે જાંબુડા પાટીયા પાસે આવેલ વેલમ વોટરપાર્ક ફરવા ગયા હતા. સાંજે અંદાજે 05:00 વાગ્યે ઘરે પરત ફરતા તેઓએ જોયું કે ઘરના નીચેના માળે આવેલા રૂમનું તાળું તૂટેલું હતું. ઘરમાં પ્રવેશ કરીને તપાસ કરતાં રૂમમાં સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો.

વધુ તપાસ કરતાં લોખંડના કબાટનું લોક તૂટેલું હતું અને અંદર રહેલી તિજોરીનું પણ લોક તોડી નાખવામાં આવ્યું હતું. તિજોરી તપાસ કરતાં તેમાં રાખેલ રોકડ રૂપિયા આઠ લાખ તેમજ અન્ય બચત રૂ. 30,000 અને સોનાની લેડીઝ વીંટી અંદાજિત કિંમત રૂપિયા 30,000 ગાયબ જોવા મળ્યા હતા. આ રીતે કુલ રૂપિયા 8,60,000 જેટલી રકમ અને દાગીના ચોરી થયાનું સામે આવ્યું છે.

આ બનાવ અંગે પરિવારજનો દ્વારા આસપાસ શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ કોઈ પત્તો મળ્યો નહોતો. પ્રાથમિક તપાસ મુજબ અજાણ્યા ચોરોએ ઘરની બહારની દીવાલ ટપીને અંદર પ્રવેશ કર્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટના અંગે સંબંધિત પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande