પોરબંદર જિલ્લાનું ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું બમ્પર પરિણામ
પોરબંદર, 04 મે (હિ.સ.) : રાજયના શિક્ષણ બોર્ડ દ્રારા ફેબ્રુઆરી અને માર્ચ લેવામા આવેલી ધો.12 ની સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા યોજાઇ હતી, જેમનુ આજે પરિણામ જાહેર થયુ છે. રાજયના પરિણામની વાત કરીએ તો ધો.12 સાયન્સનુ 84.33 અને સામાન્ય પ્રવાહનુ 92.71
પોરબંદર જિલ્લાનું ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું બમ્પર પરિણામ


પોરબંદર, 04 મે (હિ.સ.) : રાજયના શિક્ષણ બોર્ડ દ્રારા ફેબ્રુઆરી અને માર્ચ લેવામા આવેલી ધો.12 ની સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા યોજાઇ હતી, જેમનુ આજે પરિણામ જાહેર થયુ છે. રાજયના પરિણામની વાત કરીએ તો ધો.12 સાયન્સનુ 84.33 અને સામાન્ય પ્રવાહનુ 92.71 ટકા જાહેર થયુ છે.

પોરબંદર જીલ્લાના પરિણામ પર નજર કરીએ તો ધો. 12 સામાન્ય પ્રવાહનુ 91,22 ટકા અને વિજ્ઞાન પ્રવાહનુ 82.37 ટકા પરિણામ જેવુ શ્રેષ્ઠ પરિણામા આવતા વિદ્યાર્થીઓમા ખુશીનો મહોલ જોવા મળ્યો હતો વિજ્ઞાન પ્રવાહમા એ-1-11 અને એ-2 મા 44, બી-173, બી-2-68 અને સી-157 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યુ તો સામાન્ય પ્રવાહમા સામાન્ય પ્રવાહમા એ-1મા 49,એ-2-284 ,બી-1 448, બી -674 અને સી-1-744 કુલ 3246 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. એ-1 અને એ-2 મા સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓનુ શાળા દ્રારા ભવ્ય અભિવાદન કરવામા આવ્યુ હતુ. વિદ્યાર્થીઓને હારતોરા કરી તેમજ મીઠાઈ ખવડાવી ખુશી વ્યકત રવામા આવી હતો. ઢોલના તાલે વિદ્યાર્થીઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. શહેર અને જીલ્લાની વિવિધ શાળા ખાતે ખુશીનો મહોલ જોવા મળ્યો હતો. આજે વેબાસાઇટ પર રીઝલ્ટ જાહેર થતા સવારથી વિદ્યાર્થીઓમા ભારે ઉત્સુકતા જોવા મળી હતી શ્રેષ્ઠ પરિણામને પગલે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ ખુશીથી ઝુમી ઉઠયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande