પોરબંદર ટ્રાફિક બ્રિગેડે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું
પોરબંદર, 04 મે (હિ.સ.) : પોરબંદર ટ્રાફિક વિભાગમાં એ.એસ.આઈ. તરીખે ફરજ બજાવતા ભાવનાબેન સોલંકી તથા ટ્રાફિક બ્રિગેડ જલ્પાબેન મકવાણા ગત તા. 3 મેના રોજ પોતાની ફરજ પર બંગડી બજાર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાંજના સાતેક વાગ્યાની આસપાસ એક એકટીવા
પોરબંદર ટ્રાફિક બ્રિગેડે માનવતા ઉદાહરણ પૂરું પાડ્યું.


પોરબંદર ટ્રાફિક બ્રિગેડે માનવતા ઉદાહરણ પૂરું પાડ્યું.


પોરબંદર, 04 મે (હિ.સ.) : પોરબંદર ટ્રાફિક વિભાગમાં એ.એસ.આઈ. તરીખે ફરજ બજાવતા ભાવનાબેન સોલંકી તથા ટ્રાફિક બ્રિગેડ જલ્પાબેન મકવાણા ગત તા. 3 મેના રોજ પોતાની ફરજ પર બંગડી બજાર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાંજના સાતેક વાગ્યાની આસપાસ એક એકટીવા ચાલક બેન પોતાના દાદીમાને એકટીવા પાછળ બેસાડી નીકળેલ તે દરમ્યાન દાદીમા કોઈ કારણોસર એકટીવા પરથી નીચે પડી જતાં માથાના પાછળના ભાગે ઈજા થતાં લોહી નીકળતું હોય. જેથી એ.એસ.આઈ ભાવનાબેન તથા ટ્રાફિક બ્રિગેડ જલ્પાબેનએ તાત્કાલિક રીક્ષાની વ્યવસ્થા તેમજ જરૂરી મદદ કરી તેમની પૌત્રી સાથે હોસ્પિટલ મોકલી આપી પોતાની ફરજ સાથે એક માનવતા સભર કાર્ય કરેલ હતું.

પોલીસ વિભાગ દ્વારા ફરજ દરમ્યાન માનવતા સભર કાર્ય કરી ફરી એકવાર જનસેવાનું ઉતમ ઉદાહરણ પુરું પાડવામાં આવ્યું છે. મુશ્કેલીમાં મૂકાયેલા નાગરિકને સમયસર સહાય પહોંચાડી પોલીસ કર્મચારીઓએ પોતાની ફરજ સાથે માનવતાની ભાવનાનું પણ ઉતમ પ્રદર્શન કર્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande