
વડોદરા,05 મે (હિ.સ.) એક તરફ ઉનાળાની ગરમી હાહાકાર મચાવી રહી છે, ત્યારે બીજી તરફ વડોદરા જિલ્લાના ગામોમાં જલ જીવન મિશન અંતર્ગત, નળ વાટે પહોંચેલા પાણીના કારણે રાહત પણ અનુભવાઇ રહી છે.
જલ જીવન મિશન અંતર્ગત વડોદરા જીલ્લા ના 659 ગામમાં 2,95,351 ઘરોમાં નળ કનેક્શનની સુવિધા આપ 100% નળ કનેક્શન વાળો જિલ્લો જાહેર કરવામા આવ્યો છે.
વડોદરા જીલ્લામા 8 તાલુકા તેમજ 660 ગામોમા પીવાના પાની સુવિધા ઉભી કરી 660 ગામો પૈકી 627 ગામોમાં
દૈનિક પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે.
નર્મદા તથા મહી નદીના સ્ત્રોત દ્વારા પાણીને શુદ્ધ કરી, દરેક ઘરમાં નિયમિત રીતે પહોંચાડવામાં આવે છે. જળ જીવન મિશન અંતર્ગત 847 કરોડ ના ખર્ચ અને 12 જૂથ યોજનાઓ અને 12 જળ શુદ્ધિકરણ પ્લાન્ટ સાથે બનાવી જિલ્લાના દરેક ગામમાં નળ કલેક્શનની સુવિધા આપી ને 16 નવેમ્બરે,2021ના રોજથી પહોંચાડવામા આવી રહેલ છે.
વડોદરા જિલ્લામાં પૂર્ણ કરેલ જુથ પાણી પૂરવઠા યોજના હેઠળ અલગ-અલગ તાલુકા જેમકે કરજણ, વાઘોડિયા, સાવલી, શિનોર , ડભોઇ અને પાદરા તાલુકામાં પાણી આપવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ