
નવી દિલ્હી, 15 જૂન (હિ.સ.) સુપરસ્ટાર રામ ચરણની સ્પોર્ટ્સ એક્શન-ડ્રામા ફિલ્મ 'પેડ્ડી' બોક્સ ઓફિસ પર સતત સારું પ્રદર્શન કરી રહી છે. ફિલ્મે બીજા અઠવાડિયામાં પણ પોતાની મજબૂત પકડ જાળવી રાખી છે અને હવે વૈશ્વિક સ્તરે 300 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. બીજી તરફ, વરુણ ધવનની રોમેન્ટિક-કોમેડી 'હૈ જવાની તો ઇશ્ક હોના હૈ'એ પણ બીજા વીકએન્ડમાં મામૂલી વધારાની નોંધ કરી છે.
સેકનિલ્કની રિપોર્ટ મુજબ, 'પેડ્ડી'એ રિલીઝના 11મા દિવસે એટલે કે રવિવારે 9.20 કરોડ રૂપિયાનું કલેકશન કર્યું. તેના એક દિવસ પહેલાં ફિલ્મે 8.10 કરોડ રૂપિયા કમાયા હતા. ફિલ્મનું ઘરેલુ નેટ કલેક્શન હવે 216 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે, જ્યારે વિશ્વભરમાં તેનું ગ્રોસ કલેક્શન 307.98 કરોડ રૂપિયા થઈ ચૂક્યું છે. ફિલ્મમાં રામ ચરણ સાથે જાહ્નવી કપૂર, દિવ્યેન્દુ, બોમન ઈરાની અને શિવ રાજકુમાર મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે.
બીજી તરફ, ડેવિડ ધવન નિર્દેશિત 'હૈ જવાની તો ઇશ્ક હોના હૈ'એ બીજા રવિવારે 2.75 કરોડ રૂપિયાની કમાણી કરી. ફિલ્મે નવમા દિવસે 2.25 કરોડ અને આઠમા દિવસે 1.85 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ રીતે ફિલ્મની કમાણીમાં હળવો વધારો જોવા મળ્યો છે. વરુણ ધવન, મૃણાલ ઠાકુર અને પૂજા હેગડે અભિનીત આ ફિલ્મનું 10 દિવસનું કુલ ઘરેલુ કલેક્શન 43.70 કરોડ રૂપિયા થઈ ગયું છે, જ્યારે વિશ્વભરમાં તેની કમાણી 65.51 કરોડ રૂપિયા સુધી પહોંચી છે. ફિલ્મમાં મનીષ પૉલ અને મૌની રૉય પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / વીરેનદ્ર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ