
નવી દિલ્હી, 25 જૂન (હિ.સ.). રાજ્યસભાના અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણને, ગુરુવારે રાજ્યસભામાં નવા ચૂંટાયેલા અને પુનઃ ચૂંટાયેલા દસ સભ્યોને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા.
શપથ લેનારા સભ્યોમાં પ્રવીણ ચક્રવર્તી, દેવાશીષ સામંતરાય, સના સતીશ બાબુ, વિજય ચિંતકાયાલા, ભાશ્યમ રામ કૃષ્ણ, લિંગામનેની રમેશ, રાજેશ પરમાનંદ શુક્લા, વૈદ્યનાથ રામ, પરિમલ નથવાણી અને તાઈ ટાગકનો સમાવેશ થાય છે.
પાંચ સભ્યોએ હિન્દીમાં, એક અંગ્રેજીમાં, એક તમિલમાં અને ત્રણ સભ્યોએ તેલુગુમાં શપથ લીધા.
શપથ લેનારા સભ્યોમાંથી ચાર આંધ્રપ્રદેશના, બે ઝારખંડના અને એક-એક તમિલનાડુ, ગુજરાત, અરુણાચલ પ્રદેશ અને ઓડિશાના હતા.
કાયદા અને ન્યાય રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલ, રાજ્યસભાના મહાસચિવ પી.સી. મોદી, ગૃહના અન્ય સભ્યો, મહાનુભાવો અને રાજ્યસભા સચિવાલયના વરિષ્ઠ અધિકારીઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/વિજયાલક્ષ્મી/જિતેન્દ્ર તિવારી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ